26th January selfie contest

મુંબઈ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

PC: hindustantimes.com

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકીભર્યો ફોન આવવાથી હડકંપ મચી ગયો. આ ફોન આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના નામથી મોડી રાત્રે આવ્યો હતો. ધમકીભર્યો કોલ આવ્યા બાદ મુંબઈ પોલીસ સહિત બીજી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર સોમવારે રાત્રે 10 વાગ્યે ધમકીભર્યો ફોન આવ્યો, ત્યારબાદ તમામ સંબંધિત એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે.

મુંબઈ પોલીસે આ જાણકારી આપી છે. ફોન કરનારા વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ જણાવ્યું અને કહ્યું કે, તે ઈન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે અને તેનો સભ્ય છે. ફોન પર પોતાનું ઈન્ટ્રોડક્શન આપ્યા બાદ તે વ્યક્તિ કોઈ કોડવર્ડનો ઉપયોગ કરીને સંદિગ્ધ વાતો કરતો રહ્યો ત્યારબાદ, આ વાતની જાણકારી મુંબઈ પોલીસને આપવામાં આવી. ત્યારબાદ એરપોર્ટની તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી અને મુંબઈની સહાર પોલીસે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ IPC ની કલમ 505(1) અંતર્ગત મામલો દાખલ કરી તેની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે, આગામી 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પ્રવાસ પર આવવાના છે. આ જ કારણ છે કે, મુંબઈ પોલીસે અહીં 10 ફેબ્રુઆરીએ સુરક્ષાના કારણોસરથી ડ્રોન, પેરાગ્લાઈડર, તમામ પ્રકારના બલૂન્સ અને રિમોટ સંચાલિત અત્યાધિક હળવા વિમાન ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ ઉપાયુક્તે દંડ પ્રક્રિયા સંહિતા (CRPC) ની ધારા 144 અંતર્ગત આ મામલામાં ત્રણ ફેબ્રુઆરીના રોજ એક આદેશ જાહેર કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી માર્ગો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિચાલનની શરૂઆત કરવાના છે. શહેરની પોલીસના આદેશ અનુસાર, એરપોર્ટ, કોલાબા, માતા રમાબાઈ આંબેડકર માર્ગ, એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ) અને અંધેરી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ડ્રોન, પેરાગ્લાઈડર, તમામ પ્રકારના બલૂન્સ, રિમોટ સંચાલિત અત્યાધિક હળવા વિમાન ઉડાવવાની પરવાનગી નહીં હશે.

આદેશમાં કહેવામાં આવ્યું કે, એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 10 ફેબ્રુઆરીએ મુંબઈ એરપોર્ટ, INS શિકરા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને અંધેરી સ્થિત મરોલમાં વડાપ્રધાનના મુંબઈ પ્રવાસ દરમિયાન આતંકવાદી/ અસામાજિક તત્વ ડ્રોન, પેરાગ્લાઈડર, રિમોટ સંચાલિત ખૂબ જ હળવા વિમાન દ્વારા હુમલો કરી શકે છે. સાથે જ, શાંતિ ભંગ કરવામાં આવી શકે છે તેવો અંદેશો છે. તેમા કહેવામાં આવ્યું, માનવ જીવન, સ્વાસ્થ્ય, સુરક્ષા માટે ગંભીર જોખમ પેદા કરવું તેમજ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચડવાની પણ આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp