26th January selfie contest

મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર 7-8 ગાડીઓની એક સાથે થઈ ટક્કર, જુઓ વીડિયો

PC: twitter.com

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના ઘટી ગઈ છે. અહી મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ગોઝારો અકસ્માત થઈ જવાથી ઘણી કારોના ફુરચે-ફુરચા ઊડી ગયા છે. એક્સપ્રેસવે પર એક બાદ એક 7-8 ગાડીઓ એકબીજા સાથે ટકરાઇ ગઈ. આ ભયંકર અકસ્માતમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્ત લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મુંબઈ અને પૂણેને જોડતા એક્સપ્રેસવે પર ખોપોલી પાસે આ અકસ્માત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક્સપ્રેસવે પર ચાલી રહેલી એક કારે અચાનક બ્રેક લગાવી દીધી અને ત્યારબાદ પાછળ આવતી 7-8 ગાડીઓ એકબીજા સાથે ટકરાઇ ગઈ. આ ભીષણ ટક્કરમાં 4 મહિલાઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ છે. તો આ અકસ્માત બાદ પૂણેથી મુંબઈ તરફ જતા રસ્તાનું ટ્રાફિક પણ બ્લોક થઈ ગયું હતું. જે લોકોને ઓછી ઇજા થઈ છે, તેમની પ્રાથમિક સારવાર કરાવવામાં આવી રહી છે.

ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ માટે પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓની ટીમ પહોંચી ગઈ છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર થયેલા આ અકસ્માત બાદ અરફતફરી મચી જવા પામી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઘણી ગાડીઓએ એક-બીજા પર ચડી ગઈ. તો ઘટનસ્થળ પર રેસ્ક્યૂ ટીમે પહોંચીને ગાડીઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે.

મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આ અકસ્માત બાદ એક્સપ્રેસવે પર જામ થઈ ગયો છે, તેના કારણે પૂણેથી મુંબઈ તરફ આવી રહેલા ટ્રાફિકને પણ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળ પર ઉચ્ચ પ્રશાસનિક અધિકારી પહોંચી ગયા છે.

ઘટના બાદ પૂણેથી મુંબઈ જતા તમામ લોકો એક્સપ્રેસવે પર ફસાઈ ગયા. આ ટક્કરમાં 4-5 કારો માઠી રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. અકસ્માતનો જે વીડિયો સામે આવી છે તેમાં ગાડીઓની હાલત જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ ટક્કર કેટલી ભયાનક અને ભીષણ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી રહી છે. પોલીસ એ વાતની જાણકારી હાંસલ કરવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે એ કાર ચાલકે એક્સપ્રેસવે વચ્ચોવચ બ્રેક કેમ મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp