મુંબઈથી ગોવા જનારી વંદે ભારત ટ્રેનની ટિકિટ પ્લેનની ટિકિટ કરતા પણ મોંઘી

ગોવા શબ્દ સાંભળતા જ આપણા મગજમાં ત્યાં પહોંચવા માટે પ્લેનની ટિકિટના મોંઘા ભાડા મગજમાં આવે છે. આથી, મોટાભાગના લોકો ટ્રેન દ્વારા પ્રવાસ કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મુંબઈથી શરૂ થનારી ચોથી વંદે ભારત એક્સપ્રેસનું ભાડું વિમાન ભાડા કરતા પણ વધુ છે. પીક સિઝનમાં એરલાઇન્સનું ભાડું 3000 થઈ જાય છે, તો કોઇકનું 4000 થઈ જાય છે અને આ કિંમતો ન્યૂ યર સિઝનમાં હજુ વધુ જોવા મળે છે. હવે એવામાં વંદે ભારત જ સસ્તામાં તમારું ગોવા ટ્રિપનું સપનું પૂરું કરી શકે છે.
27 જૂન, 2023ના રોજ PM મોદીએ ભોપાલના રાની કમલાપતિ રેલવે સ્ટેશન પર આયોજિત એક પબ્લિક પ્રોગ્રામ દરમિયાન 5 વંદે ભારતને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી, જેમા મુંબઈથી ગોવા જનારી વંદે ભારત પણ સામેલ હતી. મુંબઈને આ ચોથી વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળી છે, તેમજ મુંબઈથી ગોવા જનારી આ પહેલી વંદે ભારત એક્સપ્રેસ છે. ટ્રેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશનની વચ્ચે દોડશે.
હાલ ગોવાના મડગાંવ સ્ટેશનથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી ટ્રેને આશરે 586 કિમીનો પ્રવાસ કરવો પડે છે, જેમા 11થી 12 કલાકનો સમય લાગી જાય છે. વંદે ભારત ટ્રેનથી આ પ્રવાસ આશરે 8 કલાકમાં પૂરો થશે, જેનાથી યાત્રિઓનો આશરે 3-4 કલાકનો સમય બચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે, શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસ નહીં ચાલશે. મુંબઈથી શરૂ થઈને દાદર, ઠાણે, પનવેલ, ખેડ, રત્નાગિરી, કંકાવલી અને થિવિમ થઇને ટ્રેન ગોવાના મડગાંવ પહોંચશે.
વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરનારા યાત્રિઓએ હવાઈ યાત્રા કરતા વધુ ભાડુ ચુકવવુ પડી શકે છે. ટ્રેનમાં ચેર કારનું ભાડુ 1435 રૂપિયા છે, જ્યારે એક્ઝીક્યુટિવ ક્લાસનું ભાડુ 2495 રૂપિયા છે. તેમજ, હવાઈ ભાડાની વાત કરીએ તો, મુંબઈથી ગોવા માટે ઇંડિગોનું ભાડુ 2024, આકાસા એર 2077, સ્પાઇસ જેટ 2154, એર ઇન્ડિયા 2140 રૂપિયા છે. તેમજ અન્ય એરલાઇન્સનું ભાડુ પણ તેની આસપાસ જ છે, જે વંદે ભારત ટ્રેનની સરખામણીમાં ખૂબ જ ઓછું છે.
જોકે, એરલાઇન્સની પ્રાઇઝ પણ પીક સિઝન દરમિયાન વધી જાય છે, જેની સામે તમને વંદે ભારતની ટિકિટની કિંમત ખૂબ જ ઓછી લાગશે. સાથે જ મુંબઈથી ગોવાની વચ્ચેનો રૂટ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે, જેને કારણે લોકોને પ્રવાસ કરવામાં મજા આવી રહી છે. આથી, લોકો મુંબઈથી ગોવા જવા માટે ફ્લાઇટની સરખામણીમાં વંદે ભારતને વધુ પસંદ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp