પ્રેમિકાએ દબાણ કર્યું તો કરી લીધા લગ્ન, હનીમૂનના બહાને લઈ ગયો હિમાચલ અને પછી..

PC: news18.com

હિમાચલ પ્રદેશની મંડી પોલીસે બ્લાઇન્ડ મર્ડર કેસનો ખુલાસો કરી દીધો છે. પંડોહના 9 મિલ પાસે 5 જૂનના રોજ મહિલાની હત્યા થઈ હતી. બ્લાઇન્ડ દેખાઈ રહેલા આ કેસનું કોકડું મંડી જિલ્લા પોલીસે ઉકેલી લીધું છે. 5 દિવસની અંદર પોલીસે ન માત્ર આ બ્લાઇન્ડ મર્ડર કેસને સોલ્વ કર્યો, પરંતુ આરોપીની ધરપકડ કરીને તેને મંડી લઈ આવી છે. પોલીસ દ્વારા લખનૌથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ સોલોપતિ લાલપુર શૃંગેશ્વર પોલીસ સ્ટેશન, બિહાર, મધેપુરા જિલ્લાના રહેવાસી 26 વર્ષીય પ્રકાશ યાદવના રૂપમાં થઈ છે.

તો મૃતિકાની ઓળખ 24 વર્ષીય પ્રિયંકા યાદવના રુપમાં થઈ છે. તે બિહારના સુપોલ બિહારની રહેવાસી હતી. ASP મંડી સાગર ચંદ્રએ આરોપીની ધરપકડ કરવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મૃતિકાના પરિવારજનોને પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે અને તેઓ કાલે શબ લેવા મંડી આવી રહ્યા છે. બ્લાઇન્ડ મર્ડર કેસમાં CCTV ફૂટેજની નાનાકડી ક્લિપ પોલીસ માટે મદદરૂપ બની અને પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ થઈ ગઈ હતી.

પ્રાથમિક પૂછપરછમાં આરોપી પ્રકાશ યાદવે જણાવ્યું કે, તે પરિણીત છે અને તેના 3 સંતાન પણ છે. જે મહિલાની તેણે હત્યા કરી તે પણ પરિણીત હતી અને તેના પણ 2 સંતાનો છે. આ બંનેના એક-બીજા સાથે આડા સંબંધ હતા. મહિલાએ આરોપી પર બળજબરીપૂર્વક બીજા લગ્ન કરવાનો દબાવ બનાવ્યો. દોઢ મહિના અગાઉ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. ત્યારબાદ જ પ્રકાશ યાદવે તેને મારવાનો પ્લાન બનાવી લીધો હતો. તે તેને ફેરવવાના બહાને હિમાચલ લઈને ગયો.

કુલ્લૂમાં પોતાના પિતરાઇ ભાઈ પાસે ગયો અને ત્યાં રોકાયો. વાપસીમાં પંડોહ પાસે આવેલી 9 મિલ પાસે બસથી ઉતર્યો અને પર્વત પર લઈ જઈને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો. આરોપી સતત ફરાર ચાલી રહ્યો હતો, પરંતુ પોલીસે બધી શોધખોળ બાદ અંતે તેની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં સદર પોલીસ સ્ટેશનના પ્રભારી સદર સ્કિની કપૂર અને તેમની ટીમે સખત મહેનત કરી હતી. તો બિહાર, ઉત્તર પ્રદેશ અને રેલવે પોલીસે પણ આરોપીની ધરપકડ કરવામાં ખૂબ મદદ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp