26th January selfie contest

ભોજપુરમાં નવપરિણીત મહિલાની હત્યા; પતિ માગતો હતો બુલેટ, ન આપી તો લાશ ગાયબ કરી

PC: zeenews.india.com

ભોજપુરમાં દહેજની માંગ પૂરી ન થતાં એક પરિણીત મહિલાની હત્યા કરીને તેની લાશ ગાયબ કરી દીધી હતી. મૃતક મહિલાના માતા-પિતા ગંગા કિનારે મૃતદેહને શોધતા રહ્યા, પરંતુ ક્યાંય કશું મળ્યું નહીં. પોલીસને મૃતદેહને ગંગા નદીમાં ફેંકી દેવાનો પણ સુરાગ મળ્યો હતો. આ માટે પોલીસે નદીના દરેક ઘાટ પર શોધખોળ કરાવી હતી, પરંતુ લાશનો કોઈ પત્તો મળ્યો ન હતો. આ મામલો શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કારનામેપુર OP હેઠળના ઈશ્વરપુરા ગામનો છે. મૃતક મૂળ રૂપે રોહતાસ જિલ્લાના બિક્રમગંજ બલુહી ગામના રહેવાસી બિરેન્દ્ર સિંહની 22 વર્ષની પુત્રી લવલી કુમારી છે.

પરિવારના સભ્યોનું કહેવું છે કે, લવલીના લગ્ન 11 ડિસેમ્બર 2020ના રોજ ભોજપુર જિલ્લાના કારનામેપુર OP હેઠળના ઈશ્વરપુરા ગામના રહેવાસી રામ અવતાર સિંહના પુત્ર જયગોવિંદ સિંહ ઉર્ફે ભુટેલી સિંહ સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ ખુબ ધામધૂમથી થયા હતા. લગ્નના થોડા દિવસો સુધી બધું બરાબર ચાલતું હતું. આ પછી પરિણીતાના પતિ અને સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર અને નણંદ દ્વારા બુલેટ ગાડીની માંગ સાથે તેને ત્રાસ આપવાનું ચાલુ કરીને માર માર્યો હતો, લવલીએ તેના પતિ દ્વારા કરવામાં આવતી બુલેટની માંગણીની માહિતી તેના માતા-પિતાને ઘણી વખત આપી હતી. પરંતુ ગરીબીના કારણે સાસરિયાઓની બુલેટની માંગણી પિયરિયાઓ પુરી કરી શક્યા ન હતા. બુલેટ ગાડી ન મળવાને કારણે લવલી પર અનેકવાર મારપીટ પણ કરવામાં આવી હતી, જેના કારણે ઘણીવાર સામાજિક રીતે અનેક વખત સમાધાનો કરવામાં આવ્યા હતા.

લવલી કુમારીની 16 ફેબ્રુઆરીએ હત્યા કરવામાં આવી હતી, પરંતુ તેના માતા-પિતાને પણ તેની જાણ થવા દીધી ન હતી. પુરાવા ભૂંસી નાખવાના હેતુથી તેની લાશનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. કોઈક રીતે, મૃતકના પરિવારજનોને ઘટનાની જાણકારી મળી તો તેઓએ તેની તાત્કાલિક સૂચના કારનામેપુર OP પોલીસને આપી હતી. માહિતી મળતાં જ પોલીસ લવલીના સાસરે પહોંચી હતી, પરંતુ ત્યાં આખું ઘર ખાલી પડ્યું હતું. ઘરમાં કોઈ નહોતું. પોલીસ અને લવલીના પિયરિયાઓએ મૃતદેહને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મૃતદેહ અંગે કંઈ જ કોઈ ખબર મળી ન હતી.

ઘટના બાદ લવલીના પિતા બિરેન્દર સિંહે કારનામેપુર OPમાં લવલીના પતિ જયગોવિંદ સિંહ ઉર્ફે ભુટેલી સહિત 8 લોકોની દહેજ માટે હત્યા અને પુરાવા ભૂંસી નાખવાના હેતુથી લાશને ગાયબ કરવા બદલ FIR નોંધાવી હતી. હાલ પોલીસ મૃતદેહને શોધી રહી છે, તેમજ દહેજ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં લાગેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp