400 રૂપિયાના વિવાદમાં ધડાધડ ચાલી ગોળીઓ, 3 લોકોની નિર્દયી હત્યા, ચોથો ઇજાગ્રસ્ત

PC: amarujala.com

બિહારની રાજધાની પટનામાં ગુરુવારે રાત્રે 2 જૂથો વચ્ચે જોરદાર ગોળીબારી થઈ. કહેવામાં આવી રહ્યું છે કે ફતુહા પોલીસ સ્ટેશન વિસ્તારના સુર્ગાપાર અને નિઆજીપુરના રહેવાસી એક જ સમુદાયના લોકો વચ્ચે 400 રૂપિયાને લઈને વિવાદ થઈ ગયો, જેમાં બે જૂથો વચ્ચે જોરદાર ગોળીબારી થઈ. તેમાંથી 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા, જ્યારે ચોથા યુવકને ગોળી લાગી છે, જેની સારવાર પટનાની PMCHમાં ચાલી રહી છે. રૂવાટા ઊભા કરી દેનારી આ ઘટના પાટનાના ફતુહાના સુરગા ગામની છે.

આ દૂધ સાથે સંબંધિત 400 રૂપિયાને લઈને વિવાદ બતાવવામાં આવી રહ્યો છે. ઘટના બાબતે કહેવામાં આવી રહ્યું છે કે, ગુરૂવારની રાત્રે ફતુહાના સુરગા ગામમાં દૂધના બાકી પૈસા માગવાને લઈને બે જૂથો વચ્ચે જોરદાર ગોળીબારી થઈ. આ ઘટનામાં બંને પક્ષના 4 લોકોને ગોળી લાગી, જેમાં 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા, જ્યારે ચોથો ઇજાગ્રસ્ત યુવક જિંદગી અને મોત વચ્ચે હૉસ્પિટલમાં ઝઝૂમી રહ્યો છે. ઘટનાની જાણકારી મળતા જ રાજધાની પાટનાના વરિષ્ઠ અરક્ષી અધિક્ષક, સિટી SP, પોલીસ અનુમંડળ પદાધિકારી, પોલીસ સ્ટેશનના પ્રભારી ઘટનાસ્થળ પર પહોંચ્યા અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે ત્રણેય મૃતકોના શબને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે પટનાની નાલંદા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ મોકલી દીધા છે. મૃતકોની ઓળખ જય સિંહ (ઉંમર 50 વર્ષ), શૈલેષ કુમાર (ઉંમર 35 વર્ષ) અને પ્રદીપ કુમાર (ઉંમર 30 વર્ષ)ના રૂપમાં થઈ છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવક મિન્ટુસની ઉંમર 22 વર્ષ બતાવવામાં આવી રહી છે. ઘટનાને લઈને ફતુહાના DSP સિયા રામ યાદવે જણાવ્યું કે લગભગ 3 મહિના અગાઉ બંને પક્ષો વચ્ચે જમીન વિવાદને લઈને મારામારી અને ઝઘડો થયો હતો, જેમાં ગામના લોકોએ બંને પક્ષોમાં સમાધાન પણ કરાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ગુરુવારે જાણકારી મળી કે બંને પક્ષ આ વાતને લઈને પરસ્પર ઝઘડી રહ્યા છે અને તેમની વચ્ચે જોરદાર ગોળીબારી થઈ છે, જેમાં 3 લોકોના મોતની જાણકારી મળી. આખા ગામમાં મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરીને આખી ઘટના પર નજર બનાવી રાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાના દોષીઓને પોલીસ શોધવામાં લાગી ગઈ છે. તેના માટે સતત છાપેમારી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp