છત્તીસગઢ: દહેજમાં મળેલી મ્યૂઝિક સીસ્ટમ ઓન કરી તો બ્લાસ્ટ, વર અને મોટાભાઇનું મોત

PC: bhaskar.com

છત્તીસગઢમાં એક યુવાનના હજુ 3 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. સોમવારે ઘરમાં દહેજમાં મળેલી મ્યૂઝિક સીસ્ટમને ચાલું કરવા ગયા તો એવો બ્લાસ્ટ થયો કે ઘરની છત ઉડી ગઇ હતી અને આ ઘટનાને કારણે વરરાજા અને તેના ભાઇનું મોત થયું છે. એક નાના બાળક સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

નક્સલ પ્રભાવિત રેંગાખાર જંગલ વિસ્તારના ચમારી ગામમાં સોમવારે સવારે લગ્નના ઘરમાં મ્યુઝિક સિસ્ટમમાં વિસ્ફોટ થતાં વરરાજા અને તેના મોટા ભાઈનું મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની ટાઈલ્સવાળી છત ઉડી ગઈ હતી. અકસ્માતમાં પરિવારના વધુ 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મ્યુઝિક સિસ્ટમ વર હેમેન્દ્ર મારાવીને દહેજ તરીકે આપવામાં આવી હતી. લગ્ન 1 એપ્રિલના રોજ થયા હતા. મ્યુઝિક સિસ્ટમને પાવર લાઇન સાથે જોડીને ચાલુ થતાં જ તેમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો.

જે રૂમમાં દહેજનો સામાન રાખવામાં આવ્યો હતો ત્યાં સોમવારે સવારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક હેમેન્દ્ર, મોટા ભાઈ રાજકુમાર (30) અને પરિવારના સભ્યો અને મહેમાનો ત્યાં હાજર હતા. જેવી જ વરરાજાએ મ્યુઝિક સિસ્ટમને વીજળી સાથે કનેક્ટ કર્યું ત્યારે તેમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે વરરાજા હમેંદનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.જ્યારે તેનો મોટો ભાઈ અને અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગામના લોકોએ  પરિવારના લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે મોકલ્યા હતા. ઘાયલ થયેલા લોકોની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને કર્વધાની જિલ્લા હોસ્પિટમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમિયાન હેમેન્દ્રના મોટાભાઇ રાજકુમારનું અવસાન થયું હતું.

ઘટના પછી ગામમાં પહોંચેલી ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે. એવી ચર્ચા છે કે બ્લાસ્ટ બાદ બારૂદ જેવી દુર્ગંધ પણ આવી રહી હતી. ફોરેન્સિક ટીમ અનેક એંગલથી તપાસ કરી રહી છે. આમાં મુખ્ય વાત એ છે કે શું મ્યુઝિક સિસ્ટમમાં આટલો જબરદસ્ત ધડાકો થઈ શકે? જે વિસ્તારમાં આ ઘટના બની તે વિસ્તાર નક્સલી મૂવમેન્ટ વાળો છે એ દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. તે પણ એક તપાસનો મુદ્દો છે.

કબીરધામના અધિક પોલીસ અધિક્ષક મનીષા ઠાકુરે જણાવ્યું કે સોમવારે વરરાજા અને પરિવારના અન્ય સભ્યો ઘરે લગ્નની ભેટ ખોલી રહ્યા હતા. વીજળી બોર્ડ સાથે જોડાયા બાદ મ્યુઝિક સિસ્ટમ ચાલુ થતાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં હેમેન્દ્ર મારાવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp