કેરળના મુસ્લિમ છોકરાઓ મેડિકલ છાત્રાઓ સાથે બીચ પર ફરતા હતા,લોકોએ ફટકાર્યા

PC: jansatta.com

કર્ણાટકના મેંગલુરુમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સોમેશ્વર બીચ પર ત્રણ મુસ્લિમ છોકરાઓ તેમની હિંદુ મહિલા મિત્રો સાથે સાંજના સમયે ફરી રહ્યા હતા. પરંતુ ત્યારે જ કોઈ 6 લોકો તેમની પાસે આવ્યા અને તેમનું નામ પૂછીને તેમને મારવાનું ચાલુ કર્યું હતું. પોલીસ દ્વારા હાલ મારનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું એવું કહેવું છે કે, મામલો મોરલ પોલીસિંગનો હોય તેમ લાગી રહ્યું છે.

હકીકતમાં, ગુરુવારે, લોકોના એક ટોળાએ મેંગલુરુના સોમેશ્વર બીચ પર ફરી રહેલા મુસ્લિમ છોકરાઓને એટલા માટે માર માર્યો કારણ કે તેઓ તેમની હિન્દુ મહિલા મિત્રો સાથે ફરી રહ્યા હતા. હાલમાં પોલીસે ચાર આરોપી યતીશ, સચિન, સુહેન, અખિલની શુક્રવારે ધરપકડ કરી લીધી છે. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેની પણ અટકાયત કરી લીધી છે. આ ઘટના બાદ પોલીસે સોમેશ્વર બીચ પર એકદમ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

ઘાયલ છોકરાઓને ડેરલકટ્ટેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે કેરળથી મેંગલુરુની એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓને મળવા આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કેરળના રહેવાસી 6 મિત્રો સાંજે 7.20 વાગ્યાની આસપાસ દરિયા કિનારે ચાલી રહ્યા હતા. એટલામાં જ ચાર-પાંચ લોકો તેની પાસે આવ્યા અને તેમના નામની પૂછપરછ કરવા લાગ્યા. જ્યારે તેઓને ખબર પડી કે, છોકરાઓ મુસ્લિમ છે, તો તેઓએ તેમના પર હુમલો કર્યો અને તેમને ખુબ માર માર્યો, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને છોકરાઓને આરોપીઓથી છોડાવીને હોસ્પિટલ લઈ ગઈ હતી.

આ મામલામાં મેંગલુરુ શહેર પોલીસ કમિશનર કુલદીપ કુમાર જૈને કહ્યું કે, બાકીના આરોપીઓને પકડવા માટે ત્રણ ટીમ કામ કરી રહી છે. હાલમાં કલમ 146 (હુલ્લડ) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું કે, ત્રણેય વિદ્યાર્થિનીઓ પોતાના ઘરે પરત ફરી છે.

વાસ્તવમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવ્યા પછી દક્ષિણ કન્નડ જિલ્લામાં આ પ્રથમ ઘટના બની છે. તાજેતરમાં CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, નૈતિક પોલીસિંગ અને નફરતની રાજનીતિ પ્રત્યે ઝીરો ટોલરન્સ રહેશે. પાર્ટીએ કાયદો પોતાના હાથમાં લેતી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાનું પણ વચન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp