મણિપુરઃ મુસ્લિમ પરિવારે ઘરને બનાવ્યું રાહત શિબિર, બેઘર થયેલા લોકોને આપ્યો આશ્રય

મણિપુરમાં હિંસાના કારણે ઘણા લોકો પોતાનું ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર થઈ ગયા છે. આ એ લોકો છે જેમણે પૂર્વોત્તર રાજ્યમાં હિંસા દરમિયાન પોતાના ઘર ગુમાવી દીધા છે. વિષ્ણુપુર જિલ્લાના ક્વાકતા ગામમાં રહેનારા મુસ્લિમ સમુદાયના લોકોએ મેતેઈ અને કુકી સમુદાય વચ્ચે બફર ઝોન બનાવી રાખ્યો છે. તેમની મદદ માટે ઘણા પગલા ઉઠાવવામાં આવ્યા છે.
કવક્તા ગામના રહેવાસી 28 વર્ષીય મોહમ્મદ શબ્બીરે પોતાના ઘરને જ રાહત શિબિરમાં બદલી દીધું છે. અહીં લગભગ 100 લોકો શરણાર્થી બનીને રહે છે. તેમાંથી કેટલીક ગર્ભવતી મહિલાઓ સાથે નાના નાના બાળકો પણ સામેલ છે.. મોહમ્મદ શબ્બીરે કહ્યું કે, મેં પોતાના ઘરને રીલિફ કેમ્પ બનાવ્યું છે જેથી સેકડો લોકોની મદદ થાય. મારા ઘરનો દરવાજો બધા માટે ખુલ્લો રહે છે. અહીં હિન્દુ, મુસ્લિમ, કુકી, મેતેઈ, ઈસાઈ બધા આવીને રહી શકે છે.
તેણે આગળ કહ્યું કે, શરૂઆતમાં કેટલાક દિવસ સુધી અમે બધાનો ખર્ચ ઉપાડ્યો, પરંતુ તે એટલું સરળ નહોતું એટલે સરકાર પાસે મદદની માગ કરી હતી. હવે સરકાર પાસે સતત ભોજનનો સામાન મળી જાય છે. તો મોહમ્મદ શબ્બીરની માતા શાહીન કહે છે કે, રીલિફ કેમ્પ અમે બધાને બચાવવા માટે બનાવ્યો છે. અહીં બીમાર લોકો પણ છે અને ગર્ભવતી મહિલાઓ પણ છે. રાહત શિબિરમાં અત્યારે માત્ર મેતેઈ કે પછી મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. આ એ લોકો છે, જેમના ઘર હિંસામાં સળગાવી દેવામાં આવ્યા છે.
રાહત શિબિરમાં રહેતી એક ગર્ભવતી મહિલાએ કહ્યું કે, અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમે પોતાના જ રાજ્યમાં રાહત શિબિરમાં રહીશું. આ બધુ ક્યારે સમાપ્ત થશે, મને ખબર નથી. મને ક્યારેય લાગ્યું નહોતું કે મને પેટમાં બાળક લઈને એમ રહેવા મજબૂર થવું પડશે.
ઉલ્લેખનીય છે કે, મણિપુર હાઇ કોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એમ.વી. મુરલીધરને એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈને પણ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગ પર વિચાર કરવા કહ્યું હતું. કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ મણિપુર (ATSUM)એ આદિવાસી એકતા માર્ચ કાઢી હતી. આ એકતા માર્ચ દરમિયાન હિંસા ભડકી ગઈ હતી. જે અત્યાર પણ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp