શબાનાએ હિંદુ ધર્મ અપનાવી પૂજા નામ રાખ્યું, બરેલીના આશ્રમમાં લગ્ન કર્યા

PC: amarujala.com

બરેલીના હાફિઝગંજના ગામ અહમદાબાદ નિવાસી યુવતીએ 8 વર્ષ જૂના પ્રેમને ખાતર ધર્મની દિવાલ તોડીને લગ્ન કરી લીધા. યુવતી શબાનાએ હિંદુ ધર્મ અપનાવીને પૂજા યાદવ નામ રાખી દીધું છે. ત્યાર પછી બુધવારે પોતાના પ્રેમી કૃષ્ણપાલ સાથે લગ્ન કરી લીધા.

અહમદાબાદ હાફિઝગંજનું પ્રમુખ ગામ છે. અહીંથી જિલ્લાના ધારાસભ્યો, મંત્રી અને અને અન્ય જનપ્રતિનિધિઓ મળ્યા છે. ગામમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયોના લોકો રહે છે. અહીના નિવાસી કૃષ્ણપાલે મઢીનાથના આશ્રમમાં ગામની શબાના નામની યુવતી સાથે લગ્ન કરી લીધા. શબાનાએ હિંદુ ધર્મ અપનાવ્યો છે.

8 વર્ષ પહેલા શબાનાની મિત્રતા કૃષ્ણપાલ સાથે થઇ હતી. વાતચીત આગળ વધી અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઇ. બંનેએ સાથે જીવવાની અને મરવાની કસમ લઇ લીધી. બંનેના પ્રેમમાં ધર્મની દિવાલ વચ્ચે આવી.

જ્યારે પરિવારના લોકોને બંનેના પ્રેમ વિશે જાણ થઇ તો બંને પ્રેમીઓની મુશ્કેલીઓ વધી ગઇ. શબાના પર બંધનો લગાવી દેવામાં આવ્યા. કૃષ્ણપાલના પરિવારના લોકો પણ લગ્ન માટે તૈયાર નહોતા. જ્યારે પ્રેમ મેળવવા કોઇ રસ્તો ન દેખાયો તો શબાના અને કૃષ્ણપાલે ઘર છોડવાનો નિર્ણય કરી લીધો.

બુધવારે શબાના અને તેના પ્રેમીએ મઢીનાથ સ્થિત આશ્રમમાં મહંતની સામે લગ્ન કરી લીધા. આશ્રમમાં મહંતે પહેલા શબાનાનું શુદ્ધિકરણ કરાવ્યું. શબાનાએ ધર્મ પરિવર્તન કરી પોતાનું નવું નામ પૂજા યાદવ કરી લીધું.

શબાનાએ જણાવ્યું કે, તે 20 વર્ષની છે. તેણે પોતાની મરજીથી હિંદુ ધર્મ અપનાવી પ્રેમી કૃષ્ણપાલ સાથે લગ્ન કર્યા છે. જેમાં કોઇપણ રીતની જોર જબરદસ્તી થઇ નથી. પ્રેમી યુગલે જણાવ્યું કે, બંને પર જાનનો ખતરો છે. તેઓ પોલીસ અધિકારીઓ પાસે જઇને સુરક્ષાની માગ કરશે.

ખેર, જણાવીએ કે આ રીતના ધર્મ પરિવર્તનના કિસ્સા પહેલીવાર સામે આવી રહ્યા નથી. આ પહેલા પણ દેશના ઘણાં ભાગોમાંથી પ્રેમને લઇ ધર્મ પરિવર્તનના ઘણાં કેસો સામે આવ્યા છે. પ્રેમને ખાતર યુવક કે યુવતી પોતાના ધર્મને બદલી પાર્ટનરનો ધર્મ અપનાવી લે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp