મુસ્લિમ યુવતી ઇકરાથી બની પ્રીતિ, આકાશ સાથે લીધા 7 ફેરા,પ્રેમમાં બંને ઘર છોડી ગયા
ઉત્તર પ્રદેશના બરેલીમાં પાંચ વર્ષનાં પ્રેમપ્રકરણ અને છોકરીના પરિવારે છોકરાને જેલમાં મોકલી દેવા છતાં આકાશ અને ઇકરાએ હાર ન માની. શુક્રવારે અગસ્ત્ય મુનિ આશ્રમમાં શુદ્ધિકરણ કર્યા પછી ઇકરા પ્રીતિ બની અને આકાશ સાથે સાત ફેરા લીધા. બંનેએ લગ્ન કરવા માટે પોત પોતાના ઘર છોડી દીધા હતા.
રામપુરના ટાંડાના રહેવાસી આકાશ અને સિરૌલીની રહેવાસી ઇકરા વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. આકાશ નવમું ધોરણ પાસ છે અને પ્રીતિ પાંચમા ધોરણ સુધી ભણેલી છે. આકાશે જણાવ્યું કે, તે ઇકરાના ગામ પાસે મેચ રમવા જતો હતો. આ દરમિયાન બંનેની ઓળખાણ થઈ અને પછી વાત કરવા લાગ્યા. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને વર્ષ 2021માં બંને ઘરેથી ભાગી ગયા. તે સમયે બંને સગીર હતા, જેના કારણે ઇકરાના પરિવારે સિરૌલી પોલીસ સ્ટેશનમાં આકાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આકાશની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી આપ્યો હતો અને છોકરી ઇકરાને આર્ય સમાજ અનાથાશ્રમમાં રહેવું પડ્યું હતું.
આ પછી આકાશને જામીન મળી ગયા અને ઈકરા પણ ઘરે પહોંચી ગઈ. આ પછી, જ્યારે તેઓ પુખ્ત બન્યા, ત્યારે તેઓ ફરીથી ઘર છોડી ગયા. શુક્રવારે બંને અગસ્ત્ય મુનિ આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં પંડિત K.K. શંખધરે છોકરી ઇકરાને શુદ્ધિકરણ કરાવ્યું અને તેઓની લગ્નવિધિ પૂર્ણ કરી હતી. આ પછી ઇકરાએ હિંદુ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ બદલીને પ્રીતિ રાખી લીધું. ઇકરાએ કહ્યું કે, તે તેમના સમાજમાં ચાલતા ટ્રિપલ તલાક, હલાલા જેવી ખરાબ પ્રથાઓને નફરત કરતી હતી. આ કારણે તેણે આકાશ સાથે લગ્ન કરીને હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. પંડિતજીએ જણાવ્યું કે, પહેલા ઇકરાને ગૌમૂત્ર અને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવી અને પછી બંનેના લગ્ન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવ્યા. લગ્ન પૂર્ણ થયા પછી પંડિતજીએ બંને દંપતીને રામ દરબાર અને શ્રી રામચરિત માનસનો ફોટો અર્પણ કર્યો હતો. પંડિત K.K. શંખધર કહે છે કે, ઇકરાને ટ્રિપલ તલાક, હલાલા અને બહુપત્નીત્વથી નફરત હતી, જેના કારણે તે આજે ઘરે પરત ફરી છે.
છોકરી ઇકરા ઉર્ફે પ્રીતિએ જણાવ્યું કે, તે બરેલીથી 70 કિલોમીટર દૂર સિરૌલી શહેરમાં રહે છે. જ્યાં રામપુર જિલ્લાના ટાંડાનો આકાશ વોલીબોલ મેચ રમવા આવતો હતો. આ દરમિયાન બંને લોકો એકબીજાને મળ્યા અને એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp