મુસ્લિમ યુવતીએ ધર્મપરિવર્તન કરીને હિંદુ યુવક સાથે લગ્ન કર્યા, લવ સ્ટોરીમાં....

PC: indiatv.in

બિહારના મુઝફ્ફરપુરથી એક મુસ્લિમ યુવતી અને હિંદુ યુવકની એવી લવ સ્ટોરી સામે આવે છે, જેમાં તમામ વિવાદો જોડાઇ ચૂક્યા છે.મુસ્લિમ યુવતીએ ધર્મપરિવર્તન કરીને હિંદુ યુવક સાથે લગ્ન કરી લીધા છે, તો બીજી તરફ યુવતીના પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. યુવતીનું કહેવું છે કે તેના પિતા, તેણીના હિંદુ પતિની હત્યા કરાવી દેવા માંગે છે. ભારે વિવાદો ઉભા થવાને કારણે આ લવ સ્ટોરી ચર્ચામાં આવી છે.

આ ઘટના મુઝફ્ફરપુરના અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે મુઝફ્ફરપુરમાં શબાના નામની મુસ્લિમ યુવતીના અપહરણની વાત સામે આવી અને હિંદુ યુવક અભિષેકની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે યુવતી અને યુવકની શોધખોળ શરૂ કરવા માંડી એ દરમિયાન અભિષેક અને શબાનાએ દિલ્હીમાં લગ્ન કરી લીધા છે.

શબાનાએ પોતાના પરિવારજનો પર આરોપ લગાવ્યો કે તેઓ અભિષેકની હત્યા કરાવવા માંગે છે. શબાના પોતાનું નિવેદન નોંધાવવા માટે કોર્ટમાં પણ ગઇ.શબાનાએ કહ્યુ કે તે પુખ્તવયની છે પોતાની મરજીથી અભિષેક સાથે લગ્ન કર્યા છે. તેણીએ એમ પણ કહ્યુ કે, એક વર્ષ પહેલાં જ તેણે ધર્મપરિવર્તન કરી દીધું હતુ. શબાનાએ પોલીસને કહ્યું કે તે પોતાની મરજીથી ઘરેથી ભાગી હતી, કોઇએ તેનું અપહરણ કર્યું નથી.

શબાનાએ કહ્યુ કે તેના પરિવારના લોકો અભિષેક સાથે લગ્ન કરાવવામાં માટે રાજી નહોતા. અભિષેકનું ઘર અમારા ઘરની નજીક જ છે અને બંને એકબીજાને છેલ્લાં 4 વર્ષથી જાણે છે. 19 એપ્રિલે અભિષેક અને શબાનાએ લગ્ન કરી લીધા હતા. શબાનાએ કહ્યુ કે હું ઇચ્છું કે મારા પિતા અપહરણનો કેસ પાછો ખેંચી લે. હું અભિષેક સાથે રહેવા માંગુ છુ અને ખુશ છું.

શબાના અપહરણ કેસમાં મોહમંદ નૂર આલમે અભિષેક સહિત 5 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 7 એપ્રિલે શબાનાનું અપહરણ કરવામાં આવ્યું છે. શબાનાએ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં કહ્યું કે લગ્ન પહેલા આર્ય મંદિરમાં પોતાનો ધર્મ બદલ્યો અને અભિષેક સાથે લગ્ન કર્યા છે.

 આ કેસમાં DSPનું કહેવું છે કે યુવતીનું કોર્ટમાં 164 મુજબ નિવેદન નોંધાયું છે અને યુવક અને યુવતી બંને પુખ્ત વયના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp