મુસ્લિમ યુવતીએ હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા, 'પ્રેમનો કોઈ ધર્મ નથી, જીવનભર...'
પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી. પ્રેમ ખાતર લોકો ધર્મની દીવાલો તોડી નાખે છે અને તેમના જીવનસાથી મેળવવાના તમામ પ્રયાસો કરે છે. આવો જ એક કિસ્સો ઔરૈયાના ભર્રાપુર ગામમાં સામે આવ્યો છે, જ્યાં એક મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાના લગ્ન ચર્ચામાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભર્રાપુરના મંદિરમાં સ્થાનિક ધારાસભ્ય ગુડિયા કથેરિયાની હાજરીમાં મુસ્લિમ યુવતી અને હિંદુ છોકરાએ હિંદુ રીતિ-રિવાજ સાથે એકબીજાને જીવનસાથી બનાવી લીધા હતા. આ લગ્ન જોવા માટે મંદિરમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેથી કરીને પોલીસ બંદોબસ્ત પણ કરવો પડ્યો હતો. જેમાં યુવતી દુલ્હનના પહેરવેશમાં પહોંચી તો છોકરો વરરાજા બનીને મંદિરે પહોંચ્યા અને પરિવારના સભ્યોની હાજરીમાં એકબીજાને હાર પહેરાવી, એકબીજા સાથે સાત ફેરા લીધા.
સાથે જ સાત ફેરા બાદ પરિવારના સભ્યો અને ત્યાં હાજર લોકોએ પ્રેમી યુગલને સુખી જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, સહાર વિસ્તારના શાહબાઝપુર ગામની મુસ્લિમ યુવતી ખુશનુમાની ભર્રાપુરના અમન સાથે મિત્રતા થઇ હતી. બંને લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા.
તેમનો પ્રેમ ધીરે ધીરે ગાઢ થતો ગયો. આ પછી બંનેએ લગ્ન કરવાનું મન બનાવ્યું, પરંતુ ધર્મ રસ્તામાં આવવા લાગ્યો. આના પર યુવતીએ ધારાસભ્યને મળીને આખો મામલો સંભળાવ્યો, ત્યારબાદ આ અંગે ગામમાં પંચાયત બેઠી. બંનેના પરિવારોએ ધર્મની દીવાલ તોડી આ લગ્ન માટે સંમતિ આપી હતી.
ધારાસભ્યએ જણાવ્યું કે, બંનેએ તેમની લવ સ્ટોરી કહીને મને ફોન કર્યો અને એકબીજા સાથે લગ્ન કરવાનું કહ્યું, ત્યારબાદ અમે છોકરાના ઘરે વાત કરી અને તેમને સમજાવ્યા અને તે પણ રાજી થઈ ગયા. આ સાથે તેણે જણાવ્યું કે, બંનેએ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ લગ્ન કર્યા હતા. આ લગ્ન વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.
ગુરુવારે બપોરે 12 વાગ્યે બંનેએ મંદિરમાં લગ્ન કર્યા અને ત્યાર બાદ બંને કાયમ માટે એકબીજાના બની ગયા. ધારાસભ્યએ જણાવ્યું કે, બંને પક્ષોની સમજાવટ અને સંમતિ બાદ લગ્ન થયા છે. તેમણે કહ્યું કે, લોકો હિંદુ-મુસ્લિમ કહીને રાજકારણના રોટલા શેકવામાં વ્યસ્ત છે. એવું ન થવું જોઈએ.
બીજી તરફ લગ્ન કરવા બેઠેલા અમન અને ખુશનુમાએ જણાવ્યું કે, અમે બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. કોઈ દબાણ હેઠળ નથી. ખુશનુમાએ કહ્યું કે, તે આખી જિંદગી તેને સાથ આપશે. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp