મંદિરમાં 7 ફેરા લઇને સબા બની ગઇ સોની, પણ સુરક્ષાની માગ કરી

PC: navbharattimes.indiatimes.com

ધર્મ અને જાતિવાદની દીવાલ તોડીને ફરી એક વખત ઉત્તર પ્રદેશન બરેલીમાં એક પ્રેમી કપલે પ્રેમના માર્ગને અપનાવીને લગ્ન કરી લીધા છે. બરેલી જિલ્લાના આંવલા તાલુકાની રહેવાસી સબા બીએ ઇસ્લામ ધર્મ છોડીને સનાતન અપનાવી પ્રેમ લગ્ન કર્યા છે. સાથે જ પોતાના નામ અને ઓળખ પણ બદલી છે. સબા આ વિસ્તારના અંકુર દેવલ સાથે લગ્ન કરીને સોની દેવલ બની ગઇ છે. પ્રેમી કપલે બરેલી અગસ્ત્ય મુનીમાં જઇને પૂરા રીત રિવાજો મુજબ લગ્ન કરી લીધા, જ્યાં સબાએ ઇસ્લામ ધર્મ છોડીને સનાતન ધર્મ અપનાવી લીધો છે.

આ અંગે પિતાએ પોતાની દીકરીના પ્રેમી વિરુદ્ધ અપહરણનો કેસ પણ નોંધાવ્યો છે. બીજી તરફ પ્રેમી કપલે પોતાના પરિવારોથી જીવનું જોખમ હોવાનું કહેતા જિલ્લા પ્રશાસન પાસે ન્યાયની માગણી કરી છે. અંકુર દેવલે જણાવ્યું કે, તે વિસ્તારમાં ફેરી લગાવીને કપડાં વેચે છે. આ દરમિયાન તેની મુલાકાત એ જ માર્કેટમાં સબા સાથે થઇ ગઇ. ધીરે ધીરે વાતચીત થતા મિત્રતા થઇ અને પછી તે પ્રેમમાં પરિણમી ગઇ. ત્યારબાદ તેમણે પ્રેમ લગ્ન કરી લીધા. આ પ્રેમ લગ્ન બરેલીના અગસ્ત મુનિ આશ્રમમાં ગુરુવારે સાંજે વિધિ વિધાન સાથે કરવામાં આવ્યા.

તેમના પ્રેમ લગ્નમાં આશીર્વાદ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા સાધ્વી પ્રાચી પોતે પહોંચ્યા હતા. લગ્ન સમારોહમાં અચાનક પહોંચેલા સાધ્વી પ્રાચીની જાણકારી સ્થાનિક જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનને પણ ન પડી. થોડો સમય વિતાવ્યા બાદ સાધ્વી પ્રાચી જતા રહ્યા. અંકુર દેવલનું કહેવું છે કે, પ્રેમ લગ્ન તેના પરિવારને મંજૂર નહોતા. શરૂઆતથી જ પરિવારના લોકો તેમના સંબંધને નાપસંદ કરતા હતા. તેમની મિત્રતા બાબતે પરિવારના લોકોને પહેલા જ ખબર હતી. એ વાતને લઇને ઘણી વખત સબાના પિતાએ દીકરીને નિર્દયી માર માર્યો હતો. આ કપલનું કહેવું છે કે લગ્ન થઇ ગયા બાદ બંનેને પરિવારથી જોખમ છે.

પંડિત કે.કે. શંખધાર અત્યાર સુધી હિન્દુ-મુસ્લિમવાળા તમામ લગ્ન કરાવી ચૂક્યા છે. જેના કારણે તેમને સતત ધમકીઓ મળતી રહે છે. આ વખતે શંખધારે 67માં લગ્ન કરાવ્યા છે. પંડિતનું કહેવું છે કે, તેઓ બાળકોની સુરક્ષા માટે કાર્ય કરી રહ્યા છે. સુરક્ષાના કારણોથી હવે લોકો સનાતન ધર્મ અપનાવી રહ્યા છે, તો આ આખી તપાસ અને ડોક્યૂમેન્ટ જમા કરીને લગ્ન કરાવી દે છે. છતા જિલ્લા પ્રશાસન તેમને લઇને કોઇ ચિંતિત દેખાઇ રહ્યું નથી. તેઓ ઘણી વખત સુરક્ષાની માગણી પણ કરી ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી સુરક્ષા મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp