હિંદુ યુવક સાથે ફરી રહી છો, શરમ નથી આવતી... કહીને 3 મુસ્લિમ યુવતીઓ સાથે ગેરવર્તન

PC: news18.com

મેરઠના ભગત સિંહ માર્કેટમાં બીજીવાર મુસ્લિમ યુવતીઓ સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું. યુવતીઓને ‘હિંદુ છોકરાઓ સાથે ફરશો, શરમ નથી આવતી’ એવુ કહીને ધમકાવવામાં આવી. સાથે જ કહેવામાં આવ્યું કે, હિંદુઓ સાથે ફ્રેન્ડશિપ કરશો તો પરિણામ ખરાબ આવશે. ઉલ્લેખનીય છે કે, આશરે પાંચ દિવસ પહેલા જ ભગત સિંહ માર્કેટની ચેરમેનવાળી ગલીમાં યુવતીઓનો હિજાબ ખેંચીને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું. ફરીવાર એ જ બજારમાં યુવતીઓ સાથે અભદ્રતા કરી તેમને ડરાવવા અને ધમકાવવામાં આવી. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા બજારમાં ઊભેલા કેટલાક લોકો યુવતીઓને ડરાવતા-ધમકાવતા દેખાઈ રહ્યા છે.

દિવસના અજવાળામાં અરાજક તત્વોની ગુંડાગીરીનો જે નવો વીડિયો સામે આવ્યો છે, તે 14 મેનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયો ભગત સિંહ માર્કેટના એન્ટ્રન્સનો છે. જેમા 3 મુસ્લિમ યુવતીઓએ હિજાબ પહેરેલો છે. યુવતીઓ સાથે એક છોકરો પણ છે. બજારમાં બહાર ઊભા રહેલા કેટલાક છોકરાઓ આ ત્રણેય યુવતીઓ અને તેમની સાથે ફરી રહેલા હિંદુ છોકરાનો વીડિયો બનાવવાનું શરૂ કરી દે છે. આ છોકરા મુસ્લિમ યુવતીઓની પાસે આવીને કહે છે કે, નામ જણાવો તમે પોતાનું, પોતાના માતા, પિતાનું નામ જણાવો. આ જે તમારી સાથે ફરી રહ્યો છે તે કોણ છે. છોકરાનું પણ નામ જણાવો. અરાજક તત્વો કહે છે કે, તમને શરમ નથી આવતી, હિંદુઓ સાથે ફરી રહ્યા છો, તમારે ત્યાં કોઈ કહેવા, સાંભળવાવાળું નથી. આ રીતે ત્રણેય યુવતીઓને ધમકાવવામાં આવી રહી છે.

બજારમાં ઊભા રહેલા છોકરાઓ ત્રણેય યુવતીઓની પૂછપરછ કરીને તેમનો વીડિયો બનાવે છે. યુવતીઓ વારંવાર ના પાડે છે, ભાઈ વીડિયો ના બનાવો, બૂમો પાડે છે કે આ છોકરો અમારી સાથે છે, પરિવારનો છે. એક છોકરી કહે છે કે આ છોકરો મારો દિયર છે. તેમ છતા છોકરાઓ વીડિયો બનાવતા રહે છે. વીડિયો બનાવતી વખતે હિંદુ યુવકને પકડવા માટે તેની તરફ ભાગે પણ છે પરંતુ, કોઈક રીતે તે છોકરો પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જાય છે.

મેરઠની આ જ ભગત સિંહ માર્કેટમાં ત્રણ દિવસ પહેલા પોતાના કલિગ સાથે બે મુસ્લિમ યુવતીઓ શોપિંગ કરવા આવી હતી. અહીં બજારમાં કેટલાક લોકોએ તેમના હિજાબ ખેંચીને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. પ્રકરણમાં પોલીસે વીડિયોના આધાર પર 15 લોકોની ઓળખ કરી છે પરંતુ, 3ની જ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આ નવા વીડિયોની પણ તપાસ કરી રહી છે. વીડિયો ક્યારનો છે અને કયા લોકો આ વીડિયોમાં સામેલ છે અને આ ઘટનાનું સત્ય શું છે. આ તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના જો સાચી હશે તો આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp