મુસ્લિમ પક્ષના વકીલનો દાવો-જ્ઞાનવાપીમાં ત્રિશુળના ચિહ્ન નથી પણ અલ્લાહ લખેલું છે

PC: aajtak.in

વારાણસી જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વનો આજે પાંચમો દિવસ છે. મસ્જિદમાં સર્વે ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન મુસ્લિમ પક્ષ અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટીના વકીલે એક મોટો દાવો કરી દીધો છે. તેમણે કહ્યું કે, સર્વે દરમિયાન મસ્જિદમાં દેખાઈ રહેલું ત્રિશુળનું ચિહ્ન વાસ્તવમાં ત્રિશુળનું ચિહ્ન નથી, પરંતુ અલ્લાહ લખેલું છે. અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટીના વકીલ અખલાક અહમદે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, જેટલા પણ દાવા આ સમયે મીડિયા રિપોર્ટમાં મંદિરને લઈને કરવામાં આવી રહ્યા છે, તે કમિશનની કાર્યવહી દરમિયાન તસવીરો અને વીડિયોઝ છે.

અત્યારે થઈ રહેલા ASI સર્વે કમિશનનો કોઈ પણ રિપોર્ટ બહાર નહીં આવી શકે કેમ કે, તેને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ છે. અખલાક અહમદે આગળ કહ્યું કે, જેટલી પણ તસવીરો બહાર આવી રહી છે તે ગત વખત એડવોકેટ સર્વેની કાર્યવાહીથી લેવામાં આવેલી તસવીર છે. ASIએ એ તપાસ કરવી જોઈએ કે મસ્જિદ નીચે આખરે છું છે? જે પણ તસવીર, વીડિયો ચલાવવામાં આવી રહ્યા છે તે ગત વખત વકીલ કમિશનની કાર્યવાહી દરમિયાનના છે અને તેને ફરીથી કેમ નવી રીતે ડેવલપ કરવામાં આવી રહ્યા છે.

વકીલ અખલાક અહમદે એમ પણ કહ્યું કે, દેખાડવામાં આવી રહેલી મસ્જિદના ગુંબજની તસવીરો પણ ગત વખતની છે. અત્યારે થઈ રહેલા ASI સર્વેનો રિપોર્ટ સીલબંધ થઈને કોર્ટમાં જશે. તે બહાર નહીં આવી શકે. મીડિયા રિપોર્ટ મુજબ, મસ્જિદ ગુંબજ નીચે શંક્વાકાર આકૃતિ કે શિખર નુમા આકૃતિના સવાલના જવાબમાં અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટીના વકીલ અખલાક અહમદે કહ્યું કે, દુનિયામાં જેટલા પણ મોટા ગુંબજ હોય છે તે બે હિસ્સામાં જ બને છે. જો એવી બનાવટ નહીં હોય તો ક્રોસ ન થવાના કારણે તે ગુંબજ પડી જશે. ત્યારબાદ તેમને ASIના રિપોર્ટમાં એવું કહેવામાં આવશે કે મળી રહેલા આ પ્રકારના ચિહ્ન કયા કાળખંડમાં બનતા હતા? આ રિપોર્ટ કેસના નિર્ણય દરમિયાન જ ખુલશે.

તેમણે જણાવ્યું કે, એ સમયમાં જે પ્રકારના કારીગર રહ્યા હશે, તેમણે એવી જ વસ્તુને ઇમારતો પર કોતરી છે. મુઘલકાલીન સિક્કા પર પણ સ્વાસ્તિક અને ઓમની આકૃતિ કોતરી છે. એટલે એ કહી દેવું કે કમળનું ફૂલ માત્ર મંદિરો પર જ બનેલું મળશે, ખોટું છું. ફૂલો તો કોઈ પણ બનાવી શકે છે. તેનો મંદિર કે ઇસ્લામ સાથે કોઈ મતલબ નથી. જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રિશુળના ચિહ્ન મળવાના સવાલના જવાબમાં અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટીના વકીલે કહ્યું કે, જેને તમે ત્રિશુળ કહી રહ્યા છો અમે તેને ‘અલ્લાહ’ લખેલું માનીએ છીએ. કેમ કે અલ્લાહ પણ એવી જ રીતે લખવામાં આવે છે.

તેમણે દાવો કર્યો કે તે ત્રિશુળ નથી, પરંતુ અલ્લાહ લખેલું છે. અખલક અહમદે રીપિટ કર્યું કે રિપોર્ટ જ્યારે આવશે તેમાં નીકળીને સામે આવશે. આ કેસમાં કોઈ પ્રકારની ફોરકાસ્ટિંગની જરૂરિયાત નથી. તેમણે જાણકારી આપી કે, વારાણસી જિલ્લા પ્રશાસનને લેખિત રૂપે આ ફરિયાદ કરવામાં આવી કે વાદી પક્ષના વકીલ અને વાદી મહિલાઓ સર્વેની કાર્યવાહી પૂરી થયા બાદ નીકળીને બેમતલબની નિવેદનબાજી કરે છે. તેને રોકવા જોઈએ. તેમણે સવાલ કર્યો કે, શું આ પ્રકારની નિવેદનબાજી કરીને કોર્ટ પર દબાવ બનાવવામાં આવી રહ્યો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp