રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને જણાવી સેક્યુલર, BJPએ યાદ અપાવ્યું જિન્ના કનેક્શન

PC: abplive.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાની યાત્રા પર છે અને ત્યાંથી તેમના એક પછી એક નિવેદન સામે આવી રહ્યા છે. હાલનું નિવેદન મુસ્લિમ લીગ પર છે. રાહુલે વોશિંગ્ટનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સવાલ પૂછવા પર કહ્યું, મુસ્લિમ લીગ (IUML) સંપૂર્ણરીતે ધર્મનિરપેક્ષ પાર્ટી છે. મુસ્લિમ લીગ વિશે કંઈ પણ ગેર-ધર્મનિરપેક્ષ નથી. રાહુલ ગાંધીને કેરળમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ની સાથે કોંગ્રેસના ગઠબંધન પર સવાલ પૂછવામાં આવ્યો હતો. રાહુલે એવુ પણ કહ્યું કે, જે વ્યક્તિએ આ સવાલ પૂછ્યો છે, તેણે મુસ્લિમ લીગને વાંચી જ નથી.

BJPએ રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, કોંગ્રેસ નેતાએ ઇતિહાસ યોગ્યરીતે વાંચી લેવો જોઈએ. મુસ્લિમ લીગનો સીધો સંબંધ જિન્ના સાથે છે. BJP આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ ટ્વિટર પર લખ્યું, જિન્નાની મુસ્લિમ લીગ, જે ધાર્મિક આધાર પર ભારતના વિભાજન માટે જવાબદાર પાર્ટી છે, રાહુલ ગાંધીના અનુસાર, એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે. રાહુલ ગાંધીને ભલે ઇતિહાસની ઓછી સમજ હોય પરંતુ, વિદેશમાં જઈને કપટી અને કુટિલ વાતો કરવી યોગ્ય નથી.

વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, વિપક્ષ સંપૂર્ણરીતે એકજૂથ છે અને આવનારી સામાન્ય ચૂંટણીઓમાં ચોંકાવનારા પરિણામ આવશે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, મને લાગે છે કે, કોંગ્રેસ પાર્ટી આવનારા બે વર્ષોમાં ખૂબ જ સારું કરશે. અંદરખાને કોંગ્રેસની સ્થિતિ મજબૂત થતી જઈ રહી છે. મને લાગે છે પરિણામ લોકોને આશ્ચર્યચકિત કરશે.

આ પહેલા કોંગ્રેસ નેતાએ ગુરુવારે કહ્યું કે, ભારતમાં વિપક્ષ ખૂબ જ સારી રીતે એકજૂથ છે અને જમીની સ્તર પર ઘણા સારા કામ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં એક છૂપાયેલ અંડરકરંટ બની રહી છે અને તે આવનારી સામાન્ય ચૂંટણીમાં લોકોને ચકિત કરી દેશે. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાતચીતમાં રાહુલે કહ્યું, મને લાગે છે કે, આવનારા બે વર્ષોમાં કોંગ્રેસ ખૂબ જ સારું કરશે. કર્ણાટક ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, બીજા ત્રણથી ચાર રાજ્યોની આવનારી વિધાનસભા ચૂંટણીની રાહ જુઓ અને પછી પરિણામ જુઓ...

વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાતચીતમાં રાહુલે કહ્યું, મને લાગે છે કે આવનારા બે વર્ષોમાં કોંગ્રેસ ખૂબ જ સારું કરશે. કર્ણાટક ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આવનારા ત્રણ અથવા ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની રાહ જુઓ અને જોજો... જે આગળ થનારી બાબતોનો સારો સંકેત હશે.

વિપક્ષી એકતા પર રાહુલે કહ્યું, મારું માનવુ છે કે તેઓ હજુ વધુ એકજૂથ થઈ રહ્યા છે. અમે તમામ વિપક્ષી દળો સાથે વાત કરી રહ્યા છીએ. આ ખૂબ જ જટિલ વાતચીત છે કારણ કે, કેટલીક જગ્યાઓ પર અમે પણ એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યા છીએ. આથી, આ થોડી હદ સુધી જરૂરિયાત અનુસાર લેવડ-દેવડ છે. પરંતુ, મને વિશ્વાસ છે કે, આ થઈને રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp