દંગો કરનારા મારી જ નાખત, મુસ્લિમ એન્જિનિયરે 35 હિન્દુઓની બચાવી જિંદગી

નૂહ હિંસા દરમિયાન એક મુસ્લિમ અધિકારીની તત્પરતા અને સાહસથી ઘણા લોકોની જિંદગી બચી ગઈ છે. તેમણે સહયોગીઓની મદદથી જીવ જોખમમાં નાખીને બંધક બનાવવામાં આવેલા 35 લોકોને છોડાવ્યા. તેની બહાદૂરીની ચર્ચા આખા જિલ્લામાં થઈ રહી છે પુન્હાનાના મુબારિકપૂર ગામનો રહેવાસી આબિદ હુસેન એક વિભાગમાં સબ-ડિવિઝન અધિકારી છે. તેમની તૈનાતી તાવડુમાં છે. 31 જુલાઇના રોજ નીકળેલી વૃજમંડળ યાત્રા માટે તેમને ડ્યૂટી મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા.
તેઓ ઇન્સ્પેક્ટર ઓમબીર સાથે નૂહ બસ સ્ટેશન પાસે ઊભા હતા. ત્યારે તેમને જાણકારી મળી કે કેટલાક અસામાજિક તત્વોએ યાત્રામાં સામેલ કેટલાક લોકોને બંધક બનાવી લીધા છે અને તેમને એક ધાર્મિક સ્થળમાં બંધ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે, જાણકારી મળતા જ તેઓ ઇન્સ્પેક્ટર ઓમબીર અને અન્ય પોલીસકર્મી સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. તેમના પહોંચતા ઉપદ્રવી પથ્થરમારો અને ફાયરિંગ કરવા લાગ્યા. સાથે જ બંધક બનાવવામાં આવેલા લોકો સાથે મારામારી કરી રહ્યા હતા.
એ જોઈને તેમનાથી રહેવાયું નહીં. આબિદ હુસેન બંધક બનાવવામાં આવેલા લોકોને બચાવવા માટે દોડી પડ્યો. સાથે જ તેમણે ઉપસ્થિત પોલીસ અધિકારીઓને ઉપદ્રવીઓ પર સખત કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. પોલીસની સખ્તાઈ બાદ બધા ઉપદ્રવી ફરાર થઈ ગયા. તેમણે કહ્યું કે, જો થોડી મિનિટ પણ મોડું થઈ જતું તો ઘણા લોકોના જીવ જઈ શકતા હતા. તે એક એન્જિનિયર છે. પબ્લિક હેલ્થ વિભાગમાં તેની તૈનાતી છે. તે માણસાઈ પર વિશ્વાસ કરે છે. ઉપદ્રવીઓમાં કોઈ પ્રકારની માણસાઈ હોતી નથી. એવા લોકોને સખત સજા મળવી જોઈએ.
આબિદ હુસેને કહ્યું કે, નૂહમાં શાંતિ અને શૌહર્દ કાયમ રહેવું જોઈએ. ગુરુગ્રામના ક્રાઇમ બ્રાન્ચ પ્રભારી ઇન્સ્પેક્ટર પંકજ કુમારે જણાવ્યું કે, તેઓ આંબેડકર ચોક પર ઉપસ્થિત હતા. ત્યારે ધાર્મિક નારા લગાવતા 700 વ્યક્તિ પહોંચી ગયા. ઉપદ્રવીઓની ફાયરિંગમાં ઇન્સ્પેક્ટર અનિલ કુમારના પેટમાં ગોળી લાગી ગઈ. ASI જગબીર ઇજાગ્રસ્ત થઈ ગયા. ઉપદ્રવીઓને તગેડતા બંનેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. મિલેનિયમ સિટી થઈ હિંસક ઘટનાઓ બાદ અહી રહેતા પ્રવાસીઓને શહેરના સેકડો પરિવારોએ પોતાના ઘરોમાં શરણ આપીને ઉદરહણ રજૂ કર્યું છે.
તેમની સાથે પોતિકાપણું પણ દેખાડ્યું, જેથી પ્રવાસી લોકો ગામ ફરવાની જગ્યાએ અહી પર જ રોકાઈ ગયા. હિંસક ઘટનાઓ બાદ પ્રવાસી મજૂરોને સુરક્ષાનો ડર સતાવી રહ્યો હતો. એવામાં એક ઉદ્યોગપતિએ મજૂરોને ઘરે પરત ફરતા રોક્યા અને પોતાની કંપનીમાં શરણ આપ્યું. તેમની દરેક જરૂરિયાતની વસ્તુઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી ચે. તેનાથી તેઓ પોયને સુરક્ષિત અનુભવી રહ્યા છે. એ સિવાય નાવા ગુરુગ્રામ ક્ષેત્રમાં રહેનારા પરિવારોએ પણ ઘર પર કામ કરનાર ડ્રાઈવર, નોકરાણી અને માળીને પોતાના ઘરોમાં શરણ આપ્યું. જેથી તેમની અંદરથી ડર નીકળી શકે અને તેઓ પોતાને સુરક્ષિત અનુભવ કરી શકે. શહેરના લોકોમાં પોતીકાપણું જોઈને ખૂબ ખુશ છે અને સારું પણ અનુભવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp