શિવ મંદિરમાં મુસ્લિમ મહિલાઓ નમાજ અદા કરી રહી હતી,લોકોએ પકડીને પોલીસને સોંપી દીધી

PC: twitter.com

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના કેસરપુર ગામમાં આવેલા શિવ મંદિરમાં બે મુસ્લિમ મહિલાઓ દ્રારા નમાજ અદા કરવાને લઇને ભારે હંગામો મચી ગયો છે. ગામના હિંદુ લોકોએ મુસ્લિમ મહિલાઓનો શિવ મંદિરમાં નમાજ અદા કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે જેને કારણે હિંધુ ધર્મના લોકોએ રીતસરની પસ્તાળ પાડી દીધી છે. હિંદુ ધર્મના લોકોએ ટ્વીટ કરીને પોલીસને ફરિયાદ પણ કરી દીધી હતી. ભારે હોબાળો મચી જવાને કારણે પોલીસે તરત એક્શન લીધા છે અને બનેં મુસ્લિમ મહિલા અને ગામના મૌલવીની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના વિશે SP મુકેશ મિશ્રાએ મીડિયાને માહિતી આપતા કહ્યુ હતું કે બરેલી જિલ્લાના કેસરપુર ગામમાં આવેલા શિવ મંદિરના પરિષરમાં 16 સપ્ટેમ્બરે બપોરે લગભગ સાડા-ત્રણ વાગ્યે બે મુસ્લિમ મહિલાઓ નમાઝ અદા કરી રહી હતી.

હિંદુ મંદિરમાં મુસ્લિમ મહિલાઓને નમાઝ અદા કરતા જોઇને ગામના લોકો આગબબુલા થઇ ગયા હતા અને લોકોએ નમાઝનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.ગામના લોકોએ મહિલાઓ સાથે સવાલ જવાબ પણ કર્યા હતા.

શિવ મંદિરમાં મુસ્લિમ મહિલાઓ નમાઝ અદા કરી રહી છે એ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઇ ગઇ હતી અને લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા અને લોકો ભેગા થઇને બંને મહિલાઓન પકડી લીધી હતી અને સાથે પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી.

ગામના લોકો એટલા બધા ગુસ્સામાં હતા કે મહિલાઓ સામે તરત કેસ કરવાની જીદ પકડીને બેઠા હતા. પોલીસને ગામના લોકોને સમજાવત સમજાવતા નવ નેજા પાણી ઉતરી ગયા હતા. પોલીસે જ્યારે ગુનો નોંધવાનું આશ્વાસન આપ્યું એ પછી ગામના લોકો શાંત પડ્યા હતા.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પહેલા બધી જાણકારી મેળવી અને એ પછી બંને મુસ્લિમ મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

SP મુકેશ મિશ્રાએ કહ્યું કે, કેસરપુર ગામના લોકોએ એવો આરોપ લગાવ્યો છે કે ગામનું વાતાવરણ ખરાબ કરવાનું ગામના મૌલવી ચમન શાહનું આ ષડયંત્ર છે, મૌલવીએ જ મહિલાઓને શિવમંદિરમાં નમાઝ અદા કરવામાં માટે ભડકાવી હતી એવા ગામના લોકોનો આરોપ છે.પોલીસે અત્યારે બંને મુસ્લિમ મહિલાઓ અને મૌલવી ચમન શાહની ધરપકડ કરી લીધી છે અને સંબંધિત ધારાઓ મુજબ કેસ નોંધવામાં આવ્યો છે.SPએ કહ્યું કે હજુ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp