વિધવા પ્રેમિકા માટે સઇદ બન્યો સતીશ, મંદિરમાં લીધા ફેરા, ચર્ચામાં છે આ લગ્ન

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક મુસ્લિમ યુવક પોતાની પ્રેમિકાને મેળવવા માટે ધર્મ બદલીને હિન્દુ બની ગયો. તેણે હિન્દુ રીતિ રિવાજથી પોતાની વિધવા પ્રેમિકા સાથે મંદિરમાં સાત ફેરા લીધા અને જિંદગીભર સાથે રહેવાના સોગંધ ખાધા. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો છેલ્લા 7 વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. જ્યારે બંનેના પરિવારજનોને ખબર પડી તો બધા આ સંબંધ વિરુદ્ધ થઈ ગયા. ઘણા દિવસો સુધી બંનેને સમજાવવામાં આવ્યા, પરંતુ તે અલગ થવા માટે તૈયા ન થયા.
ત્યારબાદ બુધવારે સઇદ અહમદે પોતાનો ધર્મ પરિવર્તન કરીને સતિશ કુમાર વાલ્મીકિ બની ગયો અને દલિત સમાજની પોતાની વિધવા પ્રેમિકા શારદા સાથે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. આ લગ્ન આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. બિલાસપુર તાલુકાના ભટ્ટી ટોલા મોહલ્લાના રહેવાસી જમીલ અહમદનો દીકરો સઇદ અહમદ જે કળિયા કામ કરે છે. શારદાના પતિ અર્જૂન સિંહનું નિધન 12 વર્ષ અગાઉ થઈ ચૂક્યું છે. શારદા અને સઇદ (હવે સતીશ) સાથે છેલ્લા 7 વર્ષોથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો.
અલગ અલગ ધર્મ હોવાના કારણે તેમના લગ્નમાં ઘણી વિધ્નો આવી રહ્યા હતા. પ્રેમ માટે સઇદ અહમદે બિલાસપુર ઉપજિલ્લાધિકારીને એક શપથ પત્ર આપ્યું અને એ સંદર્ભ આપ્યો કે તે પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કરીને દલિત સમાજની મહિલા સાથે લગ્ન કરવા માગે છે. બુધવારે મોડી રાત્રે ભારત પરિષદ અખાડાના તત્વાધાનમાં નૈનીતાલ હાઇવે પર ધનોરા મોડ સ્થિત મંદિર પરિસરમાં બંનેએ લગ્ન કર્યા. સઇદ અહમદમાંથી સતીશ બનેલા યુવકે યુવતીના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને સેંથામાં સિંદુર ભર્યું. અગ્નિના સાત ફેરા લેતા બંનેએ 7 જન્મ સુધી સાથ નિભાવવાનો વાયદો કર્યો.
એક રિપોર્ટ મુજબ, ગત રવિવારની મોડી રાત્રે સઇદ ઉપરોક્ત મહિલાના ઘરથી નીકળી રહ્યો હતો કે કેટલાક લોકોએ તેને પકડી લીધો. મામલો બે સમુદાય સાથે જોડાયેલો હોવાના કારણે વિવાદ વધી ગયો. બંને પક્ષના લોકો ભેગા થઈ ગયા. આ દરમિયાન કોઈએ વિવાદની જાણકારી કોતવાલી પોલીસને આપી દીધી. ઝઘડાની આશંકાને લઈને નિરીક્ષક પોતે પોલીસબળ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. લાઠીચાર્જ કરીને ભીડ વિખેરી. પોલીસ પ્રેમી યુગલને પોલીસ સ્ટેશન લઈ ગઈ. જો કે, મંગળવારે પૂછપરછ બાદ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp