બિયર ખરીદી રહેલી બુરખાધારી મહિલાઓને મુસ્લિમ યુવકોની ધમકી, તારી ગરદન વાઢી નાખીશું

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 2 મુસ્લિમ મહિલાને શરાબની દુકાન પર બિયર ખરીદતા જોઇને તેની ગરદન વાઢી નાંખવાની ધમકી મળી હતી. મુસ્લિમ યુવકોએ મહિલાઓને ધમકાવી હતી અને વીડિયો પણ બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો એક આરોપી બુરખાધારી મહિલાને કહેતો નજરે પડે છે કે તારી ગરદન વાઢી નાંખીશું, ભલે જેલ જવું પડે, મારી પર પહેલાથી જ 5-7 કેસ ચાલે છે. મુસ્લિમ મહિલાઓને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા લોકોને કારણે હિંદુઓ વચ્ચે આપણુ અપમાન થઇ રહ્યું છે.

મુઝફ્ફરનગરમાં બે મુસ્લિમ મહિલાઓને વાઇન શોપ પરથી બિયર ખરીદવાનું ભારે પડી ગયું હતું. કેટલાક મુસ્લિમ લોકોએ મહિલાઓને રસ્તાની વચ્ચે જ અટકાવીને ભાંડવા માંડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી દીધી હતી. પોતાની જાતને ધર્મના ઠેકેદારો માનનારાઓમાંથી એક યુવકે આખી ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી દીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

વીડિયોમાં એક વ્યક્તિ બુરખા પહેરેલી મહિલા અને તેની સહેલીને ધમકાવતો નજરે પડી રહ્યો છે. એ વ્યક્તિ કહી રહ્યો છે કે કંઇક ખબર તો પડે કે શું મજબુરી છે? યુવતી જવાબ આપતા કહી રહી છે કે કોઇ મજબુરી નથી, માત્ર બિયર જ તો લીધી છે. આના પર તે વ્યક્તિ કહી રહ્યો છે કે  આ તને યોગ્ય લાગી રહ્યું છે?

યુવતી કહી રહી છે કે કહી રહી છે કે હવે  નહીં ખરીદશે, પણ આ રીતે ચોકી પહેરો ન કરો. તે વ્યક્તિ કહી રહ્યો છે કે હું પહેરો નથી કરતો, હું બધુ જાણું છું, હિંદુઓની સામે મુસ્લિમોનું અપમાન થઈ રહ્યું છે. હું બંનેને મારી નાખીશ, ભલે મારે જેલમાં જવું પડે, મારી સામે પાંચ-સાત કેસ છે, હું છ વખત જેલમાં ગયો છું.

વીડિયો સામે આવતા પોલીસ અધિકારીઓએ આ કેસમાં તરત જ આરોપીની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વાયરલ વીડિયોના આધારે આ કેસમાં ત્રણેય આરોપી આદિલ, સાજીદ અને બકુ ઉર્ફે શાહનવાઝની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે. આ આરોપીઓમાં આદિલ અને સાજીદ સગા ભાઈ હોવાનું કહેવાય છે. આ ભાઇઓ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે જેઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે.

પોલીસ અધિકારી વિક્રમ સિંહે કહ્યું કે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મુસ્લિમ મહિલાને ધમકી આપવામાં આવી રહી હતી. ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેય જણાએ ગુનાની કબુલાત કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp