પત્નીએ પતિને કહ્યું, મારા પિતાએ દહેજ આપ્યું છે, હું રસોઇ નહીં બનાવું, જાતે બનાવો

PC: jaintvlive.com

મારા પિતાએ લાખો રૂપિયાનું દહેજ આપ્યું છે નોકરાણી રાખવા માટે, ખાવાનું બનાવવા માટે નહીં. મને ખબર હતી કે પિતા દહેજ આપવાના જ છે એટલે ખાવાનું બનાવવાનું શીખી જ નથી. ખાવાનું બનાવવા માટે જ જો લગ્ન કરવા હતા તો દહેજ નહોતું લેવુ, હું ખાવાનું બનાવતા શીખી જતે. જમવાનું તમે બનાવો અને મને પણ ખવડાવો. હું ખાવાનું બનાવવાની નથી. ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતી એક પરિણીતાએ જ્યારે પોતાના પતિને આ વાત કરી ત્યારે પતિના હોંશ ઉડી ગયા હતા. વાત કાઉન્સેલીંગ સુધી પહોંચી ત્યાં પણ પત્નીએ આજ વાત કરી કે દહેજ આપ્યું છે, તો હું શું કામ ખાવાનું બનાવું.

ઉત્તર પ્રદેશના આગ્રાથી પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પત્ની કહે છે કે તેના પિતાએ ઘણું દહેજ આપ્યું છે, તેથી તે રસોઈ નહીં બનાવે. આટલું જ નહીં, પત્નીએ પતિને દહેજમાં મળેલી રકમથી એક નોકરાણી રાખી લે અથવા રસોઇ કરીને પોતે ખાય અને મને પણ ખવડાવે.

આ વાતોને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો વધતો ગયો. બાદમાં પત્નીએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ દહેજ માટે ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પતિ-પત્નીને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. કાઉન્સેલરે બંને સાથે વાત શરૂ કરી હતી.

કાઉન્સેલરને પતિએ જણાવ્યું કે પત્ની ઘરનું કોઈ કામ કરતી નથી. તે ખાવાનું પણ બનાવતી નથી અને કંઈપણ કહેવા પર ઝઘડો કરે છે. પતિએ કહ્યું કે પત્ની રસોઇ તો ઠીક પણ ઘરનું કોઇ નાનું મોટું કામ પણ કરતી નથી અને આખો દિવસ ફોન પર જ લાગેલી હોય છે. જ્યારે કાઉન્સેલરે પત્ની સાથે વાત કરી તો તેણે સ્પષ્ટ કહ્યું કે તેના પિતાએ લગ્નમાં ઘણું દહેજ આપ્યું હતું. તેને રાંધવાનું આવડતું નથી. પતિ અને સાસુ માટે ખોરાક રાંધશે નહીં. ઉપરાંત, ઘરના કામ પણ નહીં કરે. દહેજમાં મળેલી રકમ સાથે નોકરાણી રાખી લેવામાં આવે. મહિલાના વિચિત્ર શબ્દો સાંભળીને કાઉન્સેલર પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની પાસે મહિલાને સમજાવવા માટે એક પણ શબ્દ નહોતો.

કાઉન્સેલરે બંને પક્ષોને સાંભળ્યા બાદ આવતા અઠવાડિયે કાઉન્સિલિંગ માટે બોલાવ્યા છે. આ બાબત ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ચર્ચાનો વિષય બની રહી છે. કાઉન્સેલર સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાનું કાઉન્સેલિંગ છે.

મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પતિ-પત્ની બંને ઉચ્ચ શિક્ષિત હોવાનું કહેવાય છે. પરંતુ, બંને વચ્ચે ઘરના કામને લઈને વિવાદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp