મારી સાથે સંબંધ નથી બાંધતો, મારો પતિ નપુંસક છે.., MBA છોકરીએ કેસ દાખલ કર્યો

PC: atlantatherapeuticcollective.com

લગ્નના એક મહિના પછી પણ મારા પતિએ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા ન હતા. તે તેની માતા સાથે તેના રૂમમાં સૂવે છે મારી સાથે નહીં. જ્યારે મેં મારા સાસુને આ અંગે ફરિયાદ કરી તો તેણે પણ મારી વાત સાંભળી નહીં. મારા સાસરિયાઓએ તેમના પુત્રની આ વાત છુપાવીને મારી સાથે છેતરપિંડી કરી છે. MBA યુવતીએ શુક્રવારે છત્તા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આગ્રા નિવાસી એક યુવતીના લગ્ન 14 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીમાં હરીશ સાથે થયા હતા. હરીશ GTV એન્ક્લેવ દિલશાદ ગાર્ડન સીમાપુરીમાં તેના માતા-પિતા સાથે રહે છે. યુવતીએ જણાવ્યું કે, તેનો પતિ પેથોલોજી લેબ ચલાવે છે અને તેના સસરા કૃષિ મંત્રાલયમાં ડાયરેક્ટર છે. તેના પિતાએ તેની સ્થિતિ અનુસાર લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પછી જ્યારે તેને ખબર પડી કે તેનો પતિ નપુંસક છે, ત્યારે તેના લગ્નજીવનના તમામ સપનાઓ તૂટી ગયા હતા. તેણે તેના સાસરિયાઓને આ અંગે જાણ કરી, પરંતુ કોઈ તેની વાત સાંભળવા તૈયાર જ નથી. ઉલટું તેને જ ટોણા મારવા લાગ્યા. યુવતી છેલ્લા પાંચ મહિનાથી તેના પિયરના ઘરે રહેતી હતી. શુક્રવારે યુવતીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. આ પછી આરોપી પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

યુવતીએ જણાવ્યું કે, તેના પિતા બેંકમાંથી નિવૃત્ત થયા છે, જ્યારે તેના સાસરિયાઓ ખુબ પ્રભાવશાળી છે. તેના સસરા ડિરેક્ટર પદ પરથી નિવૃત્ત થયા છે અને તેની નણંદ દિલ્હીમાં ડોક્ટર છે. આ કારણે તેમને ઘમંડ છે કે તેની સામે કોઈ કાર્યવાહી નહીં થાય. જ્યારે તેણે તેના પતિ વિશે ફરિયાદ કરી તો સાસરિયાઓ તરફથી હેરાનગતિ શરૂ થઈ ગઈ. સસરા કહે તે કાળી છે, રોટલી બનાવશે તો તે પણ કાળી થઈ જશે. તેના સાસરિયાઓએ તેને તેના રૂમનો દરવાજો પણ બંધ કરવા દેતા નથી. તેણે હંમેશા દરવાજો ખુલ્લો રાખવો પડતો હતો.

પીડિતાએ જણાવ્યું કે, જ્યારે તેને તેના પતિની નપુંસકતા વિશે ખબર પડી તો તે તેના ઘરે પરત આવી ગઈ. આ પછી પરિવારના સભ્યોએ તેને સમજાવીને શાંત પાડીને તેના સાસરિયાના ઘરે પછી મોકલી દીધી હતી. તેનો પતિ તેની સાથે સાસરીવાળા રૂમમાં આવતો ન હતો. તેની સાથે વાત પણ કરતો ન હતો. તેને રૂમનો વોશરૂમ પણ વાપરવા દેવામાં આવતો ન હતો. પરેશાન થઈને તે એપ્રિલ મહિનામાં આગ્રા પાછી આવી. ત્યારથી તે તેના પિયરના ઘરે રહે છે. પીડિતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે દહેજ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp