પવારનો ખુલાસો-BJP સરકારમાં સામેલ થવા 3 વખત થઈ વાત, જણાવ્યું કેમ મેળ ન પડ્યો

PC: hindustantimes.com

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવાર પોતાના રાજનીતિક કરિયરની સૌથી મુશ્કેલ લડાઈ લડી રહ્યા છે. જે પાર્ટીને તેમણે 24 વર્ષમાં મોટી કરી, આજે તેના પર કબજો કરવા માટે તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક સમયે સૌથી ખાસ રહેલા ભત્રીજા અજીત પવારના બળવા બાદ પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા તેમનો સાથ છોડી ચૂક્યા છે. અજીત પવારે તો ઉંમર પર સવાલ કર્યો અને તેમને રિટાયરમેન્ટ લેવાની સલાહ આપી નાખી. સીનિયર પવારે તેના પર જવાબ આપતા કહ્યું કે, 82 વર્ષની ઉંમરમાં પણ કામ કરવા માટે તૈયાર છું.

તેમણે એવો પણ ખુલાસો કર્યો કે, ભાજપ સાથે સરકારમાં સામેલ થવા માટે 3 વખત વાત થઈ, પરંતુ આગળ ન વધી શક્યા. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે, તેઓ અત્યારે વૃદ્ધ થયા નથી અને અટલ બિહારીનો જાણીતો જુમલો ‘ન ટાયર્ડ છું, ન રિટાયર્ડ (ન થાક્યો છું, ન રિટાયર્ડ છું) રીપિટ કર્યો. તેમણે કહ્યું એક, જ્યાં સુધી પાર્ટી કાર્યકર્તા કહેતા રહેશે, ત્યાં સુધી તેઓ કામ કરી શકે છે.

અજીત પવારે 5 જુલાઇના રોજ મુંબઈના બાંદ્રામાં પાર્ટી નેતાઓ સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બેઠક NCPના 53માંથી 32 ધારાસભ્ય સામેલ થયા હતા. આ બેઠકને સંબોધિત કરતા અજીત પવારે કાકા શરદ પવારને રિટાયર થવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, ‘62ની ઉંમરમાં સરકારી અધિકારી રિટાયર થઈ જાય છે. 75 વર્ષની ઉંમરમાં રાજનીતિમાં ભાજપના નેતા રિટાયર થઈ જાય છે, તમે 83ના થઈ ગયા છો, તમારે ક્યાંક રોકાવું પડશે.’

અજીત પાવરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે કહ્યું કે, કોઈ મંત્રી પદ લીધા વિના પણ તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે. મને રિટાયરમેન્ટ લેવા કહેનારા તેઓ કોણ હોય છે. હું અત્યારે પણ કામ કરી શકું છું. શરદ પવારે આ દરમિયાન ખુલાસો કર્યો કે, ભાજપના નેતૃત્વમાં સરકારમાં સામેલ થવા માટે તેમની પાર્ટી સાથે વાત થઈ હતી. તેમણે વર્ષ 2014, 2017 અને વર્ષ 2019માં ભાજપ સાથે ગઠબંધનની વાત થઈ હતી, પરંતુ અલગ વિચારધારા હોવાના કારણે અમે આગળ ન વધી શક્યા.

અજીત પવાર ગ્રુપના નેતા પ્રફુલ પટેલે 6 જુલાઇના રોજ દિલ્હીમાં બોલાવેલી શરદ પવાર ગ્રુપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને ગેર-અધિકૃત કહી હતી. પ્રફુલ પટેલે કહ્યું હતું કે, વર્કિંગ કમિટીમાં નેતાઓની નિમણૂક પાર્ટી સંવિધાનનું ઉલ્લંઘન કરીને કરી છે. પ્રફુલ પટેલના દાવા પર પલટવાર કરતા શરદ પવારે કહ્યું હતું કે, પછી બધી પાર્ટી નેતાઓની નિમણૂક, અહીં સુધી કે પ્રફુલ પટેલની નિમણૂક પણ ગેરકાયદેસર છે. NCPએ ગયા મહિને જ સંગઠનમાં મોટો બદલાવ કરતા પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને પાર્ટીના કાયકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે આમ પણ કહ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ માટે તેમના નામનો પ્રસ્તાવ પ્રફુલ પટેલે જ વધાર્યો હતો, ત્યારબાદ તેમને સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp