
ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે, જે લોકોને ઘણી આકર્ષિત કરે છે. આમ તો દરેક જગ્યાની પોતાની ખાસિયત છે, જેના લીધે ટુરીસ્ટ અહીં ખેંચાઈને આવે છે. કંઈક એવું જ અરુણાચલ પ્રદેશ, જે ભારતના સૌથી સુંદર રાજ્યોમાનું એક છે, અહીંના સુંદર પહાડો અને વળાંકવાળા માર્ગો અહીં ફરવા આવનારા લોકોનું મન મોહી લે છે. ઠંડીની સીઝનમાં અહીંના નિર્મલ પહાડો અને લોભાવનારા દ્રશ્યો પર્યટકોની યાત્રાને યાદગાર બનાવી દે છે. તેવું જ અરુણાચલમાં આવેલું અનિની મિની સ્વિત્ઝર્લેન્ડથી ઓછું નથી. જેના કેટલાંક ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે.
ये हसीं वादियां...!😍
— Temjen Imna Along (@AlongImna) January 28, 2023
This ain't Switzerland nor Kashmir!
This is the newly completed Chighu Resort at Anini, Arunachal Pradesh. Such a wonderful site! Isn't it?@PemaKhanduBJP Ji when are you inviting me ?
To visit, contact: https://t.co/dg7PdIAkrn#AmazingNortheast pic.twitter.com/CKbGAtzrXo
આ ફોટાને નાગાલેન્ડના મંત્રી તેમજેન ઈન્માએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શેર કર્યા છે, જેને જોઈને યુઝર્સ આ સુંદર જગ્યાના દિવાના થઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અરુણાચલ પ્રદેશમાં આવેલા અનિની ઉર્ફ મિની સ્વિત્ઝર્લેન્ડના ફોટા શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- આ સ્વિત્ઝર્લેન્ડ અથવા તો કાશ્મીર નથી.
આ અનિની, અરુણાચલ પ્રદેશમાં હાલમાં જ તૈયાર કરવામાં આવેલું ચિઘુ રિસોર્ટ છે. આટલી અદ્ધભૂત સાઈટ..એટપ્રેમાખાંડુબીજેપી જી તમે મને ક્યારે આમંત્રિત કરી રહ્યા છો. યાત્રા કરવા માટે સંપર્ક કરો. વાયરલ થઈ રહેલા આ સુંદર ફોટાને જોઈને તમને પણ ત્યાં જવાનું મન થઈ જશે.
નાગાલેન્ડના મંત્રી તેમજેમ ઈમ્નાના આ પોસ્ટમાં કરવામાં આવેલા સવાલ પછી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમ ખાંડુએ તરત જ મંત્રીના અનુરોધનો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે- એટએલોન્ગઈમ્નાજી સુંદર ઉગતા સૂરજી ભૂમિમાં તમારું હંમેશાં સ્વાગત છે.
પહાડ અને પર્વતો તમને પોતાની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દેશે. ચિંગુ રિસોર્ટમાં બરફથી ઢંકાયેલા પહાડો અને દેવદારના ઝાડની સાથે એક સુંદર પૃષ્ઠભૂમિ છે. અરુણાચલ તમારા આગમનની પ્રતિક્ષા કરી રહ્યું છે, અવશ્ય પધારો.
Dear @AlongImna Ji, you're always welcome to the beautiful 'Land of Rising Sun'.
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) January 28, 2023
Mountains and valleys will enchant you with their beauty.
Chigu resort has a beautiful backdrop with snow-capped mountains and pine trees.
Arunachal awaits your arrival! Do come. https://t.co/OOO9LEgXml
નાગાલેન્ડના મંત્રી તેનજેમ ઈમ્ના પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી અવારનવાર અમુક વાયરલ થયેલા ફોટા અને વીડિયોઝ શેર કરતા રહે છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું સ્થાન બનેલા રહે છે. થોડા મહિના પહેલા તેમનો વીડિયો વાયરલ થયો હતો, જેને સાંભળ્યા પછી તમે પણ તમારું હસવું કંટ્રોલ નહીં કરી શકો.
તેમણે 1999માં તેમની દિલ્હી મુલાકાત અંગે વાત કરી હતી અને આ મુલાકાતનો તેમનો અનુભવ શેર કરતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયોને આશરે 10 લાખ લોકોએ જોયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp