પતિની સારવાર માટે પૈસા ઉધાર લીધા, વ્યાજ ન આપવા પર મહિલા સાથે રેપ

PC: patrika.com

રાજસ્થાનના નાગોરમાં માણસાઇને મેવે મૂકનારો કિસ્સો સામે આવ્યો છએ. એક મહિલાએ પોતાના પેરાલિસિસથી પીડિત પતિની સારવાર માટે એક વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા હતા. આરોપ છે કે, ઉધાર આપનારાએ મહિલા સાથે રેપ કર્યો અને વીડિયો બનાવી વાયરલ કરી દીધો. આ મામલા અંગે ફરિયાદ મળ્યા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મહિલાએ પતિની સારવાર માટે પૈસા ભેગા કરવાની કોશિશ કરી, પણ કશેથી પણ પૈસાની વ્યવસ્થા થઇ શકી નહીં. ત્યાર પછી મહિલાએ નાગોરમાં દિલ્હી દરવાજાની પાસે રહેનારા મેહરદીનનો સંપર્ક કર્યો. મહિલાને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ વ્યાજે રૂપિયા આપે છે.

10 હજાર રૂપિયા ઉધાર લીધા હતા

મહિલાએ મેહરદીન પાસેથી 10 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. મહિલા વ્યાજના રૂપમાં મેહરદીનને મહિને 500 રૂપિયા આપતી હતી. આ રીતે પીડિતા 5000 રૂપિયા વ્યાજના રૂપમાં આપવામાં સફળ રહી. પણ એક દિવસ મહિલાનો પતિ બહાર ગયો હતો. તે દરમિયાન મેહરદીન મહિલાના ઘરમાં ઘૂસ્યો અને તેનો રેપ કર્યો. સાથે જ વીડિયો પણ બનાવ્યો.

જોધપુર જઇ દુષ્કર્મ કર્યું

આરોપ છે કે મેહરદીને જોધપુર લઇ જઇ મહિલાની સાથે હોટલમાં રેપ કર્યો અને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વીડિયો વાયરલ થયા પછી પીડિતાએ તળાવમાં કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી. સ્થાનિક લોકોએ જોયું તો મહિલાને તરત બચાવી લીધી. આ આખા કેસ વિશેની જાણકારી પોલીસને આપી દેવામાં આવી છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે આરોપી સામે કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.

પોલીસનું આ મામલે શું કહેવું છે

નાગોરના સીઆઈએ રમેન્દ્ર સિંહ હાડાએ કહ્યું કે, મહિલાએ રિપોર્ટ આપી. જેમાં જણાવાયું કે તેણે એક યુવક પાસેથી થોડા દિવસ પહેલા પૈસા ઉધાર લીધા હતા. તેણે પૈસા પાછા આપી દીધા. આરોપી વ્યાજને લઇ મહિલાને સતત હેરાન કરતો રહ્યો અને તેની સાથે રેપ કર્યો સાથે જ વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ કરી દીધો. આ આખા પ્રકરણમાં પોલીસે કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp