કોંગ્રેસમાં સામેલ થયા ભાજપના વરિષ્ઠ નેતા, જાણો BJPને કેટલું નુકસાન થશે

PC: twitter.com/bhupeshbaghel

છત્તીસગઢમાં આ વર્ષ થનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નંદ કુમાર સાઇએ સત્તા વાપસીનો પ્રયાસોમાં લાગેલ ભાજપને ઝટકો આપતા કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. નંદ કુમાર સાઇ 4 દશકથી વધારે સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. નંદ કુમાર સાઈને પોતે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કોંગ્રેસની સભ્યતા અપાવી. ત્યારબાદ તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, જોડાયો હાથ સાથે હાથ, મળ્યો તમારો સાથ, ભરોસાનો સાથ યથાવત છે. આદિવાસી હિતની વાત. સ્વાગત અને અભિનંદન ડૉ. નંદ કુમાર સાઈ. જારી છે.’

આ અગાઉ નંદ કુમાર સાઈએ પોતાના રાજીનામામાં તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપના નેતા જ ખોટા આરોપ લગાવીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોતાની વિરુદ્ધ ષડયંત્ર રચવા અને પોતાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. રાજીનામામાં નંદ કુમાર સાઈએ કહ્યું કે, ‘હું ભાજપની પ્રાથમિક સભ્યતા અને બધા પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીએ મને જે પણ જવાબદારી આપી છે, મેં તેને પૂરી નિષ્ઠા સાથે નિભાવી. તેના માટે હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. એક વીડિયોમાં વરિષ્ઠ નેતાએ આશા વ્યક્ત કરી કે ભાજપ સારી રીતે કામ કરે.

કોણ છે નંદ કુમાર?

છત્તીસગઢના રાજકારણનો મોટો આદિવાસી ચહેરો કહેવાતા નંદ કુમાર સાઇ 3 વખતના ધારાસભ્ય અને 5 વખત સાંસદ રહ્યા છે. નંદ કુમાર સાઈ વર્ષ 1977માં પહેલી વખત અવિભાજિત મધ્ય પ્રદેશની વિધાનસભા માટે ચૂંટાયા હતા.

તેઓ મધ્ય પ્રદેશના વિભાજન, છત્તીસગઢ, રાજ્યની રચના અગાઉ 3 વખત ધારાસભ્ય રહ્યા. અવિભાજિત મધ્ય પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નંદ કુમાર સાઈ 3 વખત લોકસભા અને 2 વખત રાજ્યસભા માટે પણ ચૂંટાઈ ચૂક્યા છે. છત્તીસગઢ રાજ્યની રચના બાદ હવે અજીત જોગી મુખ્યમંત્રી બન્યા. ભાજપે નંદ કુમારને વિધાનસભામાં વિપક્ષ નેતાની જવાબદારી આપી હતી.

ભાજપ માટે કેટલું નુકસાન?

રાજ્ય બન્યા બાદ છત્તીસગઢના અજીત જોગીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની, ત્યારબાદ અહી ભાજપને ઊભી કરવામાં નંદ કુમાર રાયે મહત્ત્વની ભૂમિકા ભજવી અને સંગઠનને મજબૂત કર્યું. સરગુજા ક્ષેત્રથી આવનાર સાઈ આદિવાસીઓના મોટા નેતા માનવામાં આવે છે.

દીલિપ સિંહ જૂદેવ બાદ નંદ કુમાર સાઈ સરગુજા વિસ્તારના મોટા નેતા માનવામાં આવે છે. સરગુજા ક્ષેત્રમાં લગભગ 14 વિધાનસભા સીટ છે અને ભાજપ પાસે પણ એક પણ સીટ નથી. હવે જ્યારે સાઈ કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે તો ભાજપ માટે અહીં મુશ્કેલીઓ જ વધારે વધતી નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp