નારાયણ સાંઇની પત્નીએ પતિ અને સસરાના કરતૂતો ઉજાગર કર્યા, મહિલાઓ સાથે આવું...

જાનકી હરપલાણીએ પતિ નારાયણ સાંઇ સાથે છુટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી છે અને સાથે 5 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે ત્યારથી જાનકી ચર્ચામાં છે.
દિવ્ય ભાસ્કરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હરપલાણીએ કહ્યું કે મારા માતા પિતા આશારામને બહુ માનતા હતા અને જ્યારે હું 10 વર્ષની હતી ત્યારથી તેમની સાથે આશ્રમમાં જતી હતી. જ્યારે હું 20 વર્ષની થઇ ત્યારે નારાયણ સાંઇ સાથે લગ્નનો પ્રસ્તાવ આસારામે મારા પિતા સમક્ષ મુક્યો હતો. મારા પિતા તો આ પ્રસ્તાવથી રાજીના રેડ હતા અને મને કહેતા કે ગુરુની આજ્ઞા છે એટલે પાલન કરવું પડશે. મારે ભણવું હતું, પરંતુ મારા લગ્ન કરી દેવાયા હતા.જાનકીએ કહ્યુ કે, મારા પતિ મારાથી 5 વર્ષ મોટા હતા.
મારા લગ્ન મધ્ય પ્રદેશના રતલામ પાસે આસારામે બનાવેલા એક આશ્રમમાં 1997માં થયા હતા, અમારા લગ્નમાં કોઇ મોટી હસ્તી કે રાજનેતા નહોતા આવ્યા.જાનકીએ કહ્યુ કે જે પરિવારની તુલના ભગવાન સાથે કરાતી હતી, એનાથી વિપરીત હકિકત મે અનુભવી હતી. જાનકીએ કહ્યું કે, આમ જોવા જોઇએ તો હું પતિ નારાયણ સાથે લાંબો સમય સાથે રહી જ નથી, કારણકે તેઓ આસારામ સાથે સંત્સંગમાં બહાર જ રહેતા અને એ પછી તેમણે પોતે સત્સંગ કરવા માંડ્યો એટલે ભાગ્યેજ મુલાકાત થતી હતી.
જાનકીએ દાવો કરતા કહ્યું કે, વર્ષ 2007ની એક વાત છે મારા પતિનો મુંબઇમાં કાર્યક્રમ હતો અને ગાંભોઇ આશ્રમમાં રહેતી 5-6 છોકરીઓને મુંબઇ મોકલવામાં આવી હતી. તેમાં રસોઇ બનાવતી એક યુવતીની તબિયત ખરાબ થઇ હતી અને નારાયણ સાંઇએ તેને મોકલી આપી હતી. જાનકીએ કહ્યું કે, આ વાતની મને ખબર પડી અને મેં તપાસ કરાવી તો જાણ થઇ કે એ યુવતી ગર્ભવતી બની હતી અને તેણીને રાજસ્થાનમાં એંકાત જગ્યાએ મોકલી આપવામાં આવી હતી.
જાનકીએ કહ્યુ કે, પતિ નારાયણ સાંઇને જ્યારે મેં પુછ્યું તો તેમણે અનૈતિક સંબંધોની વાત સ્વીકારી લીધી હતી. મેં પતિને તે વખતે કહ્યું હતુ કે, ગામને તો તમે સંયમ રાખવાની શિખામણ આપો છો અને એ વાત તમારા જીવનમાં અપનાવતા નથી? તે વખતે નારાયણે કહ્યું હતું કે, એ મારો વિષય છે તારે ચંચુપાત કરવાની જરૂર નથી.
જાનકીએ ચોંકાવનારા ખુલાસા કરતા કહ્યું હતું કે,જ્યારે શિબિર કે સંત્સંગ હોય ત્યારે રાતના સમયે લોકો ઘરે ચાલ્યા જતા અને કેટલીક મહિલાઓ આશ્રમમાં પાછી ફરતી હતી અને તેમને આસારામની પત્નીને મળવાના નામે બોલાવાતી હતી.
મેં જ્યારે આસારામને શરૂઆતમાં પતિ સાથે છુટા થવા વિશે વાત કરી તો બાપુએ મને કહ્યું હતું કે, નારીનો ધર્મ છે કે કોઇ પણ હાલતમા પતિ સાથે રહેવું અને મને એક શાંદિલ નામની મહિલાની પૌરાણિક કથા સંભળાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp