નારાયણ સાંઈની પત્ની આસારામ પરિવાર માટે મુસીબત બની, છૂટાછેડા સાથે 5 કરોડ માગ્યા

આસારામ અને તેના પરિવારની મુસીબતો સતત વધી રહી છે. બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામ માટે હવે તેની વહુ મુશ્કેલી બની ગઈ છે. પુત્રવધૂ પુત્ર નારાયણ સાંઈ પાસેથી છૂટાછેડા માંગે છે અને સાથે 5 કરોડ રૂપિયા પણ માંગે છે.

કર્મની સજા અહીં જ મળે છે અને જો તમે ગુનો કર્યો હોય તો તમને કાયદાથી ચોક્કસ સજા મળશે. આસારામ બળાત્કારના બે કેસમાં દોષિત સાબિત થયો હતો અને જેલના સળિયા પાછળ સજા ભોગવી રહ્યો છે. 82 વર્ષીય આસારામ જોધપુર જેલમાં બંધ છે, પરંતુ જેલમાં હોવા છતાં તેની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. પહેલા એક બળાત્કાર કેસ સાબિત થયો, પછી બીજો બળાત્કાર કેસ અને હવે આસારામની વહુએ પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી છે.

આસારામના પુત્ર નારાયણ સાંઈને કોણ નથી જાણતું. પિતાની જેમ નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈના ગુનાઓ તેના પિતા કરતા ઓછા નથી. 2013ના બળાત્કારના કેસમાં નારાયણ સાંઈને 26 એપ્રિલ 2019ના રોજ સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. મતલબ કે નારાયણ સાંઈ પણ તેના પિતાની જેમ જ બળાત્કારનો દોષી છે. જ્યારે નારાયણ સાંઈને સજા થઈ ત્યારે તેની પત્નીએ ખુશી વ્યક્ત કરી હતી. ઈન્દોરની રહેવાસી જાનકી હરપલાની ઉર્ફે શિલ્પીએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે નારાયણ સાંઈને આજીવન કારાવાસની સજાનો નિર્ણય એ તમામ લોકો માટે એક મોટો પાઠ હશે, જેઓ ધર્મના નામે મહિલાઓ સાથે દુષ્કર્મ કરે છે.

હવે જાનકી હરપલાની ફરી એકવાર નારાયણ સાંઈ અને તેના પરિવાર માટે મુશ્કેલી ઉભી કરતી જોવા મળી રહી છે. જાનકી ઉર્ફે શિલ્પીએ છૂટાછેડા માટે અરજી કરી હતી. આસારામની પુત્રવધૂએ તેના પતિથી અલગ થવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી છે અને પાંચ કરોડ રૂપિયાની મોટી રકમની માંગણી પણ કરી છે. જાનકીના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટ આ મામલે બે સપ્તાહમાં સુનાવણી કરશે.

નારાયણ સાંઈની પત્નીએ પાંચ વર્ષ પહેલા કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, નારાયણ સાંઈ તેના ભરણપોષણ માટે દર મહિને પૈસા આપે. આ પછી કોર્ટે નારાયણ સાંઈને જાનકીને દર મહિને 50,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો, પરંતુ જાનકીના કહેવા પ્રમાણે, નારાયણ સાંઈએ તે પૈસા તેને આપ્યા નથી. તેથી જ હવે તેણે છૂટાછેડાની સાથે 5 કરોડ રૂપિયાની પણ માંગણી કરી છે.

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈની પત્ની અને તેની પુત્રી ભારતીને નોટિસ ફટકારી છે. આ નોટિસ આસારામની પત્ની અને પુત્રી સહિત પાંચ મહિલાઓ સામે બળાત્કારના કેસમાં કોર્ટે મોકલી છે. આ પાંચેય પર 2013ના બળાત્કારના કેસમાં ઉશ્કેરણી અને મદદ કરવાનો આરોપ હતો, પરંતુ પુરાવાના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ વર્ષે મે મહિનામાં કાયદા વિભાગે નિર્દોષ છૂટેલા સામે અપીલ દાખલ કરવાની સૂચના આપી હતી. જે અત્યાર સુધી બન્યું નથી અને તેથી આ નોટિસો આપવામાં આવી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.