PM નરેન્દ્ર મોદીને મળ્યા બિલ ગેટ્સ, આ મુદ્દે કર્યા ભારતના વખાણ

PC: twitter.com/IndiaToday

અમેરિકી બિઝનેસમેન બિલ ગેટ્સે શુક્રવારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે હેલ્થ, ક્લાઇમેટ ચેન્જ, G20 પ્રેસિડેન્સી સહિત ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી. આ મુલાકાત વિશે બિલ ગેટ્સે પોતાના ઓફિશિયલ બ્લોગ ગેટ્સનોટ્સમાં લખતા ભારતના વખાણ કર્યા. તેમણે લખ્યું કે, હું એક અઠવાડિયું ભારતમાં છું. એવા સમયમાં જ્યારે દુનિયા ઘણા પડકારોથી ઘેરાયેલી છે, ભારત જેવી ડાયનામિક અને ક્રિએટિવ જગ્યા પર હોવુ પ્રેરણાદાયક છે. ભારત દુનિયાને બતાવી રહ્યું છે કે, જ્યારે ઈનોવેશનમાં ઈન્વેસ્ટ કરવામાં આવે છે તો શું-શું સંભવ થઈ શકે છે. હું હેલ્થ, ડેવલપમેન્ટ અને ક્લાઈમેટ ચેન્જના સેક્ટરમાં ભારતના ગ્રોથને લઈને પહેલા કરતા વધુ પોઝિટિવ છું. હું આશા કરું છું કે, ભારત આ ગ્રોથને જાળવી રાખશે અને પોતાના ઈનોવેશન દુનિયાની સાથે શેર કરતો રહેશે.

બિલ ગેટ્સે કહ્યું કે, પ્રભાવી, સુરક્ષિત અને સસ્તી કોરોના વેક્સીન બનાવવાની ભારતની અદ્ભુત ક્ષમતા સરાહનીય છે. આ વેક્સીને લાખો લોકોની જિંદગી બચાવી અને દુનિયાભરમાં બીજી બીમારીઓ ફેલાતા રોકી. એ ખુશીની વાત છે કે, કેટલીક વેક્સીન બનાવવામાં ગેટ્સ ફાઉન્ડેશન પણ ભારતનો સહયોગ કરી શક્યું.

તેમણે લખ્યું, ભારતે ના માત્ર જીવનરક્ષક વેક્સીન બનાવી, પરંતુ તેને ડિલીવર કરવામાં પણ સારું કામ કર્યું. ભારતની પબ્લિક હેલ્થ સિસ્ટમે Co-WIN નામના ઓપન સોર્સ પ્લેટફોર્મ દ્વારા કોરોના વેક્સીનના 220 કરોડ ડોઝ ડિલીવર કર્યા. આ પ્લેટફોર્મ દ્વારા કરોડો લોકોએ વેક્સીન મુકવાની અપોઇન્ટમેન્ટ લીધી અને વેક્સીન મુકાયા બાદ તેમને ડિજિટલ સર્ટિફિકેટ પણ મળ્યું. PM મોદીનું માનવુ છે કે, Co-WIN દુનિયા માટે એક ઉદાહરણ છે અને હું તેમની વાત સાથે સહમત છું.

બિલ ગેટ્સે લખ્યું કે, મહામારી દરમિયાન ભારતે ડિજિટલ પેમેન્ટ્સને અપનાવ્યું. 30 કરોડ લોકોને ઈમરજન્સી ડિજિટલ પેમેન્ટ મળ્યા. તેમા 20 કરોડ મહિલાઓ સામેલ છે. આ માત્ર એટલા માટે શક્ય થઈ શક્યું કારણ કે, ભારતે આર્થિક સમાવેશને પોતાની પ્રાયોરિટી બનાવી અને ડિજિટલ ID સિસ્ટમ (આધાર) અને ડિજિટલ બેંકિંગના ઈનોવેટિવ પ્લેટફોર્મ્સમાં નિવેશ કર્યું. તેના દ્વારા સાબિત થાય છે કે, ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન સારું ઈન્વેસ્ટમેન્ટ છે.

બિલ ગેટ્સે લખ્યું કે, હતિ શક્તિ પ્રોગ્રામ એ વાતનું સચોટ ઉદાહરણ છે કે ડિજિટલ ટેક્નોલોજીની મદદથી સરકારો સારી રીતે કામ કરી શકે છે. આ પ્રોગ્રામ રેલ અને રોડ સહિત 16 મંત્રાલયોને ડિજિટલી જોડે છે જેથી આ મંત્રાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના પોતાના પ્લાનને એકસાથે લઈને ચાલી શકે અને ભારતીય સાયન્ટિસ્ટ્સ અને એન્જિનિયર્સનું કામ ઝડપથી આગળ વધી શકે.

બિલ ગેટ્સે લખ્યું કે, ભારતની G20 પ્રેસિડેન્સી એ હાઈલાઇટ કરવાની સારી તક છે કે કઈ રીતે દેશમાં કરવામાં આવેલા ઈનોવેશન દુનિયાની મદદ કરી શકે છે. ભારતના તમામ પ્રયાસોમાં તેમની મદદ કરવી, ખાસ કરીને ભારતની ડિજિટલ ID અને પેમેન્ટ સિસ્ટમને બીજા દેશો સુધી લઈ જવી ગેટ્સ ફાઉન્ડેશનની પ્રાથમિકતાઓમાં સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp