નરગીસે નિક્કી બની હિન્દુ છોકરા સાથે કર્યા લવ મેરેજ, મંદિરમાં લીધા સાત ફેરા

'પ્રેમ જાતિ જોતો નથી, પ્રેમ ઊંચો-નીચ જોતો નથી, તે ફક્ત મન જુએ છે...' આ પંક્તિઓ મૈનપુરીના પ્રેમી યુગલ માટે એકદમ યોગ્ય છે. અહીં બુધવારે ગર્લફ્રેન્ડ તમામ બંધનોમાંથી મુક્ત થઈને, હંમેશને માટે પ્રેમીની થઇ જવા પહોંચી હતી. છોકરો હિંદુ અને છોકરી મુસ્લિમ હોવાને કારણે સમાજે થોડું અતડાપણું બતાવ્યું. પરંતુ તેમણે પહેલેથી જ સાથે જીવવા અને મરવાના સોગંદ લઇ લીધા હતા. સમાજનું આ અતડાપણું તેમને ક્યાં પાછળ ધકેલી શકવાનું હતું? બંનેએ એક મંદિરમાં સાત ફેરા લીધા અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

મામલો ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાનો છે. થોડા દિવસો પહેલા બાયપાસ રોડ પર રહેતા આલોક કઠેરિયાએ નરગીસ સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. પહેલા બંને ઓનલાઈન મળ્યા હતા. બંને એકબીજાની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ કરતા હતા. ધીમે ધીમે વાત વધતી ગઈ અને પોસ્ટની કોમેન્ટમાંથી મેસેજ બોક્સમાં આવી ગઈ. વાત હાય, હેલોથી શરૂ થઈ અને હાલ ચાલ પૂછવા સુધી પહોંચી.

આ પછી વાત ધીમે ધીમે આગળ વધવા લાગી અને આ મળવાનું હવે ઓનલાઈનથી ઓફલાઈન થઈ ગયું. બંનેએ પોતાના મોબાઈલ નંબર એકબીજાને શેર કર્યા અને ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. તેમની મિત્રતા પ્રેમમાં ક્યારે બદલાઈ? કદાચ તેઓ પોતાને પણ જાણતા ન હતા. આ પછી તેઓએ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી.

નરગીસ વાતચીત દરમિયાન જાણતી હતી કે, આલોક એક હિન્દુ છોકરો છે. તે આ શહેરનો પણ નથી. ખરેખર, નરગીસ આગ્રાની છે અને આલોક મૈનપુરીનો છે. નરગીસે પોતાનું જીવન આલોક સાથે વિતાવવાનું નક્કી કર્યું. એક દિવસ તે હિંમત કરીને પોતાનું શહેર છોડીને આલોક પાસે આવી ગઈ.

નરગીસે જણાવ્યું કે, જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ, તો તેમણે પોલીસને જાણ કરી. આ પછી, દબાણ કરીને, તેમને તેમની સાથે પાછા લઈ ગયા. આ પછી તેના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો. તે તેને મારતા હતા. ટોણો મારતા અને માનસિક ત્રાસ આપતા હતા. તેનાથી વ્યથિત થઈને તેણે ફરી આલોક પાસે જવાનું મન બનાવી લીધું.

મંગળવારે તે મક્કમ મન સાથે ઘરેથી નીકળીને મૈનપુરી પહોંચી. અહીં આલોક તેની રાહ જોઈ રહ્યો હતો. બંને પ્રખ્યાત માતા શીતલા દેવી મંદિર પહોંચ્યા અને અહીં સાત ફેરા લીધા. આ પછી આલોકે નરગીસના સેંથામાં સિંદૂર ભરી દીધું. જીવનની આ નવી શરૂઆત સાથે નરગીસે પોતાનું નામ અને ધર્મ કાયમ માટે છોડી દીધો. હવે તે 'નિક્કી' બની ગઈ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.