જેલમાંથી બહાર આવતા જ સિદ્ધુનો BJP-AAP પર હુમલો, ક્રાંતિનું નામ છે રાહુલ ગાંધી

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ શનિવાર (1 એપ્રિલ) ના રોજ જેલમાંથી બહાર આવી ગયા. 34 વર્ષ પહેલા રોડરેજના મામલામાં જેમા એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું, સજા કાપવાના 10 મહિના બાદ સિદ્ધુ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ સિદ્ધુએ મીડિયા સાથે વાતચીત કરી અને કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકાર પર નિશાનો સાધ્યો. સિદ્ધુએ કહ્યું કે, હાલ લોકતંત્ર નામની કોઈ વસ્તુ જ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, અલ્પસંખ્યકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. પંજાબને નબળુ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હશે તો નબળા થઈ જશો.
પંજાબના CM ભગવંત માન પર નિશાનો સાધતા તેમણે કહ્યું કે, હું પોતાના નાના ભાઈ ભગવંત માનને પૂછવા માંગુ છું, તમે પંજાબના લોકોને મૂર્ખ શા માટે બનાવ્યા? તમે લાંબા-લાંબા વાયદાઓ કર્યા, જોક સંભળાવ્યા, પરંતુ તમે આજે માત્ર કાગળ પર મુખ્યમંત્રી છો. સંવિધાનને હું મારો ગ્રંથ માનુ છું, તાનાશાહ થઈ રહ્યા છો. જે સંસ્થાઓ સંવિધાનની તાકાત હતી એ જ સંસ્થાઓ આજે ગુલામ બની ગઈ છે. હું ગભરાતો નથી, હું મોતથી ડરતો નથી કારણ કે હું જે કરું છું તે પંજાબની આવનારી પેઢી માટે કરી રહ્યો છું.
રાહુલ ગાંધી માટે બોલતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, મને બપોરની આસપાસ છોડવામાં આવવાનો હતો પરંતુ, તેમણે તેમા વિલંબ કર્યો. તેઓ ઈચ્છતા હતા કે મીડિયાના લોકો ચાલ્યા જાય. આ દેશમાં જ્યારે પણ કોઈ તાનાશાહી આવી છે તો એક ક્રાંતિ પણ આવી છે અને આ વખતે એ ક્રાંતિનું નામ છે રાહુલ ગાંધી છે. તેઓ સરકારને હચમચાવી નાંખશે.
નવજોત સિંહ સિદ્ધુને રોડ રેજ મામલામાં એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને મે મહિનામાં છૂટવાનું હતું પરંતુ, તેમના સારા વ્યવહારના કારણે તેમને જલ્દી છોડી મુકવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સિદ્ધુના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે, કોંગ્રેસ નેતાને રાજ્યની સામાન્ય છૂટ નીતિ અંતર્ગત વહેલા છોડવામાં આવ્યા છે. તેમણે કહ્યું, નવજોત સિંહ સિદ્ધને મે મહિનામાં છોડવાના હતા પરંતુ, સારા આચરણવાળા તમામ કેદીઓ માટે રવિવારની તમામ રજાઓને સજાની અવધિમાંથી કાપી લેવામાં આવે છે. આથી, નવજોત સિંહ સિદ્ધુને 48 દિવસની છૂટ મળી રહી છે.
27 ડિસેમ્બર, 1988ના રોજ નવજોત સિંહ સિદ્ધુ (59)નો પટિયાલા નિવાસી ગુરનામ સિંહ (65) સાથે પાર્કિંગ સ્થળને લઈને વિવાદ થઈ ગયો હતો. નવજોત સિદ્ધુ અને તેમના મિત્ર રુપિંદર સિંહ સંધૂએ કથિતરીતે ગુરનામ સિંહને પોતાની કારમાંથી બહાર ખેંચી લીધા અને માર્યા હતા, તેમનું બાદમાં એક હોસ્પિટલમાં મોત થઈ ગયુ હતું.
#WATCH | Congress leader Navjot Singh Sidhu released from Patiala jail, approximately 10 months after he was sentenced to one-year jail by Supreme Court in a three decades old road rage case pic.twitter.com/kzVB2vMnpk
— ANI (@ANI) April 1, 2023
આ મામલામાં મૃતકના પરિવારે સિદ્ધુ વિરુદ્ધ અરજી કરી હતી. તેમા સિદ્ધુ પર એક સાક્ષીએ ગુરનામ સિંહના માથા પર વાર કરી હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2018માં સિદ્ધુને એક વ્યક્તિને સ્વેચ્છાથી ઈજા પહોંચાડવા માટે 1000 રૂપિયાનો દંડ આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, મૃતકના પરિવારે સુપ્રીમ કોર્ટને 2018ના આદેશની સમીક્ષા કરવા કહેતા સિદ્ધુને સજા આપવાની માંગ કરી હતી. ત્યારબાદ કોર્ટે ગત વર્ષે મે મહિનામાં પોતાના આદેશની સમીક્ષા કરતા નવજોત સિદ્ધુને એક વર્ષના સખત કારાવાસનો આદેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp