નવજોત સિંહ સિદ્ધુને છોડવા પર ગુંચવાયું કોકડું, ન મળી પંજાબ સરકારની મંજૂરી

PC: business-standard.com

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુના 26 જાન્યુઆરીના રોજ મુક્ત થવા પર પેચ ફસાઇ ગયો છે. પ્રજાસત્તાક દિવસના અવસર પર છોડવામાં આવનાર કેદીઓના લિસ્ટને અત્યારે પંજાબ સરકારની મંજૂરી મળી નથી. પંજાબ સરકારની કેબિનેટ બેઠકમાં કેદીઓના તૈયાર લિસ્ટ પર વિચાર કરવાનો છે. બેઠક અગાઉ જ્યાં 1 જાન્યુઆરીએ થવાની હતી, તે હવે 3 ફેબ્રુઆરીએ થશે. એવામાં નવજોત સિંહ સિદ્ધુના મુક્ત થવાની આશા ઓછી દેખાઇ રહી છે.

3 ફેબ્રુઆરીના રોજ કોક પંજાબ કેબિનેટમાં નિર્ણય લીધા બાદ આ ફાઇલને પંજાબના રાજ્યપાલ પાસે પણ મંજૂરી માટે મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત માન ઇચ્છે તો તેની જાહેરાત કરી શકે છે અને નિર્ણય પણ લઇ શકે છે. હવે બધાની નજરો એ વાત પર ટકી રહી હશે કે પંજાબ સરકાર નવજોત સિંહ સિદ્ધુને મુક્ત કરવા પર કોઇ નિર્ણય લે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે વર્ષ 1988ના રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાં સજા ભોગવી રહ્યા છે.

નવજોત સિંહ સિદ્ધુને મુક્ત કરવાને લઇને કોંગ્રેસના એક ગ્રુપમાં સેલિબ્રેશનનો માહોલ છે. સિદ્ધુના સમર્થક નિવેદન આપી રહ્યા છે કે જેલમાંથી છૂટયા બાદ તેઓ નવજોત સિંહ સિદ્ધુનું જોરદાર સ્વાગત કરશે. ચર્ચા એવી પણ હતી કે, કોંગ્રેસ હાઇ કમાન ખાસ કરીને પ્રિયંકા ગાંધી વાડ્રા નવજોત સિંહ સિદ્ધુને મોટી ભૂમિકા આપવાના મૂડમાં છે. એવામાં તેમના મુક્ત ન થવાથી સમર્થકોની આશાઓ પર પાણી ફરી વળશે. નવજોત સિંહ સિદ્ધુને જેલમાંથી મુક્ત કરવાની ચર્ચાઓ વચ્ચે પંજાબની રાજનીતિમાં હલચલ વધી ગઇ હતી.

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની પઠાનકોટ રેલીમાં પણ એ વાતને લઇને સીનિયર કોંગ્રેસી નેતાઓમાં ચર્ચા રહી. રાહુલ ગાંધીએ તો તેમને કાશ્મીર આવવાનું આમંત્રણ પણ આપી દીધું છે. જ્યાં ભારત જોડો યાત્રા સમાપ્ત થવાની છે, પરંતુ તેઓ ત્યાં પણ નહીં જઇ શકે. નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. નવજોત કૌર પોતાના પતિના જેલમાંથી બહાર આવ્યા બાદ તેમના રાજનીતિક ભવિષ્યને લઇને કોંગ્રેસ હાઇ કમાન સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા. ખેર હવે આગામી સમયે ખબર પડી જશે કે નવજોત સિંહ સિદ્ધુને ક્યારે જેલમાંથી છોડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp