NCDRCએ ICICI બેંકને 25 લાખનો દંડ ફટકાર્યો, આ બેદરકારી આવી સામે

PC: hindustantimes.com

દેશની બીજી સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંક ICICIમાંથી એક મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. લોન લેતા સમયે એક ગ્રાહક દ્વારા બેંકમાં જમા કરવામાં આવેલા મૂળ દસ્તાવેજો ખોવાઇ ગયા. જેના પર NCDRCએ બેંકને મોટી ફટકાર લગાવતા 25 લાખ રૂપિયાનું વળતર ફરિયાદીને આપવાનો નિર્દેશ આપ્યો છે.

આ બેદરકારી ભારી પડી

જાણકારી અનુસાર, આ આખો કેસ બેંગલોરનો છે. જ્યાં ફરિયાદ અનુસાર, બેંકે એપ્રિલ 2016માં એક ગ્રાહકને 1.86 કરોડની હોમ લોન મંજૂર કરી હતી. સેલ ડીડ સહિત મિલકતના અન્ય મૂળ દસ્તાવેજો બેંકે તેની પાસે રાખી દીધા હતા. પણ બેંક દ્વારા લોન લેનાર વ્યક્તિ મનોજ મધુસૂદનને તે દસ્તાવેજોની સોફ્ટ કોપી સ્કેન કરી આપવામાં આવી નહોતી. પૂછવા પર તે ગુમ થઇ ગયા એ વાત કહેવામાં આવી. ત્યાર પછી મધુસૂદને પોતાની ફરિયાદ ઘણીવાર બેંક અધિકારીઓને કરી પણ કોઇ કાર્યવાહી ન થવા પર તેણે NCDRCની મદદ માગી.

ફરિયાદી મનોજે જાણકારી આપતા કહ્યું કે, બે મહિના સુધી બેંક પાસે જમા દસ્તાવેજોની સ્કેન કોપી ન મળવા પર જ્યારે તેણે જાણકારી મેળવવાની કોશિશ કરી તો જૂન 2016માં ICICI બેંકે તેમને જાણ કરી કે દસ્તાવેજો એક કૂરિયર કંપની દ્વારા બેંગલોરથી હૈદરાબાદ તેમના સુવિધા કેન્દ્ર લઇ જતા સુધીમાં ખોવાઇ ગયા હતા. આ મામલે બેન્કિંગ લોકપાલે સપ્ટેમ્બર 2016માં ICICIને આદેશ આપ્યો કે મધુસૂદનને ગુમ થયેલા દસ્તાવેજોની ડુપ્લીકેટ પ્રતિ આપવામાં આવે. સાથે નુકસાનના સંબંધમાં એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવે અને ફરિયાદીને સેવામાં ભૂલ માટે 25 લાખ રૂપિયા વળતરના રૂપમાં આપવામાં આવે.

5 કરોડ વળતરની માગ

ફરિયાદીએ આ મામલાને NCDRCમાં લઇ જવાનો નિર્ણય કર્યો અને પોતાની ફરિયાદમાં બેંકના બેદરકાર હોવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે દસ્તાવેજોની કોપી મૂળ ડોક્યુમેન્ટ્સનું સ્થાન લઇ શકે નહીં. મધુસૂદન દ્વારા માનસિક પીડા અને નુકસાન માટે 5 કરોડ રૂપિયાના વળતરની માગ કરવામાં આવી હતી. પોતાની સામે મોજૂદ પુરાવાને ધ્યાનમાં લેતા આયોગે કહ્યું કે, સેવામાં કમીના આધારે બેંક પાસેથી વળતર માગવું એક વૈધ દાવો હતો.

NCDRC અનુસાર, બેંક દેનદારીને કૂરિયર કંપની પર થોપી શકે નહીં. માટે NCDRCએ ICICI બેંકને સેવાઓમાં ચૂક માટે વળતરના રૂપમાં 25 લાખ રૂપિયા અને કેસના ખર્ચના રૂપમાં 50 હજાર રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp