શરદ પવાર છોડ્યુ NCP અધ્યક્ષનું પદ, જાહેરાત કરીને જણાવ્યું કારણ

PC: businesstoday.in

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવારે મંગળવારે મોટી જાહેરાત કરી છે. શરદ પવારે કહ્યું કે, તેઓ NCPનું અધ્યક્ષ પદ છોડી દેશે. 82 વર્ષીય મરાઠા ક્ષત્રપ શરદ પવારે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી જ NCPમાં ફૂટના સમાચાર સામે આવ્યા હતા. સમાચાર હતા કે શરદ પવારના ભત્રીજા અજીત પવાર NCPના ઘણા ધારાસભ્ય સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. શરદ પવારે કહ્યું કે, ‘ઘણા વર્ષો સુધી મને રાજનીતિમાં પાર્ટીને લીડ કરવાનો ચાંસ મળ્યો છે. આ ઉંમરમાં આવીને પદ રાખવા માગતો નથી.

મને લાગે છે કે બીજા કોઈએ આગળ આવવું જોઈએ. પાર્ટીના નેતાઓએ આ નિર્ણય લેવો પડશે કે હવે પાર્ટીનો અધ્યક્ષ કોણ હશે. શરદ પવાર છેલ્લી વખત વર્ષ 2022માં જ 4 વર્ષ માટે અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. શરદ પવારે કહ્યું કે, વર્ષ 1999માં NCPની રચના બાદ મને અધ્યક્ષ રહેવાનો ચાંસ મળ્યો. આજથી તેને 24 વર્ષ થઈ ગયા. મે 1960થી શરૂ થયેલી આ સાર્વજનિક જીવનની યાત્રા છેલ્લા 63 વર્ષોથી બેરોકટોક ચાલુ છે. આ દરમિયાન મેં મહારાષ્ટ્ર અને દેશમાં અલગ અલગ ભૂમિકાઓમાં સેવા કરી છે.

શરદ પવારે કહ્યું કે, મારો રાજ્યસભાનો કાર્યકાળ 3 વર્ષનો બચ્યો છે. આ દરમિયાન મેં કોઈ પદ ન લેતા મહારાષ્ટ્ર અને દેશ સાથે જોડાયેલા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. શરદ પવારે જેવી જ પદ છોડવાની જાહેરાત કરી, કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ નારેબાજી શરૂ કરી દીધી. કાર્યકર્તાઓએ શરદ પવારને પદ ન છોડવાની અપીલ કરી. કાર્યકર્તા શરદ પવારને નિર્ણય બદલવાની અપીલ કરતા દેખાયા. આ દરમિયાન શરદ પવારના કેટલાક સમર્થક અને કાર્યકર્તા રડતા પણ નજરે પડ્યા.

 શરદ પવારે કહ્યું કે, ‘હવે મને જે સમય મળશે, તેને જોતા હું અત્યારથી એ કામ પર વધારે ધ્યાન આપવાનો છું. હું એ નહીં ભૂલી શકું કે છેલ્લા 6 દશકોમાં મહારાષ્ટ્ર અને તમે બધાએ મને મજબૂત સમર્થન અને પ્રેમ આપ્યો છે. પાર્ટી જે દિશામાં જવા માગે છે, એ નવા અભ્યાસ માટે માર્ગદર્શન કરવાનો સમય છે. હું ભલામણ કરી રહ્યો છું કે અધ્યક્ષ પદની ચૂંટણી પર નિર્ણય કરવા માટે NCP સભ્યોની એક સમિતિ બનાવવી જોઈએ. ચૂંટણી સમિતિમાં પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, કે.કે. શર્મા, પી.સી. ચાકો, અજીત પવાર, સંજય પાટીલ, સુપ્રિયા સુલે, છગન ભુજબલ, દીલિપ વાલ્સે પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, રાષ્ટ્રવાદી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ફૌજીયા ખાન, ધીરેજ શર્મા, રાષ્ટ્રવાદી યુવા કોંગ્રેસના સોનિયા દુહાન સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp