નેતા બોલ્યા- દંગાઓ માટે જ મનાવવામાં આવે છે રામનવમી અને હનુમાન જયંતિ
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે મુંબાઈમાં એક મોટી ટિપ્પણી કરી નાખી હતી. તેમણે ભારતીય તહેવારો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, લાગે છે કે રામનવમી અને હનુમાન જયંતીના તહેવાર માત્ર દેશમાં દંગા ભડકાવવા માટે છે. દંગાઓના કારણે શહેરોનો માહોલ ખૂબ ઝેરી થઈ ગયો છે. NCP નેતા અહીં જ ન રોકાયા, તેમણે એમ પણ કહી નાખ્યું કે, આગામી વર્ષ ધાર્મિક દંગાઓવાળા રહેશે. જિતેન્દ્ર આવ્હાડનું નામ ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યું છે.
એટલું જ નહીં, મહારાષ્ટ્ર હ્યુમન કમિશન તેમની વિરુદ્ધ નોટિસ પણ જાહેર કરી ચૂક્યું છે. આમ આ પહેલી વખત નથી, જ્યારે જિતેન્દ્ર આવ્હાડનું નામ વિવાદ સાથે જોડાયું છે. ગયા વર્ષે મરાઠી ફિલ્મ ‘હર હર મહાદેવ’ની સ્ક્રિનિંગના સમયે તેમના પર એક દર્શક સાથે મારામારીનો આરોપ લાગ્યો હતો. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તેમણે શૉને રોકવા માટેનો પ્રયાસ પણ કર્યો. જો કે, તેમણે તેને પોતાને ફસાવવાનું ષડયંત્ર બતાવ્યું હતું. ત્યારબાદ તેમની ધરપકડ પણ થઈ હતી.
It seems that the festivals of Ram Navami and Hanuman Jayanti are for riots only. The atmosphere in the cities has deteriorated due to riots. I think the coming years will be the years of religious riots: NCP leader Jitendra Awhad in Mumbai today pic.twitter.com/JirBUGvMZ5
— ANI (@ANI) April 21, 2023
ઉલ્લેખનીય છે કે, ‘હર હર મહાદેવ’ ફિલ્મ પર એક મહિલાએ પણ આરોપ લગાવ્યો હતો. આ કેસ મુખ્યમંત્રીના એક કાર્યક્રમ સાથે જોડાયેલો હતો, જેમાં તે ફ્લાઇઓવરનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. મહિલાનો આરોપ હતો કે, જિતેન્દ્ર આવ્હાડે તેના ખભા પર હાથ રાખીને દબાવ્યો હતો. આ બાબતો સામે આવ્યા બાદ જિતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમણે તેનું કારણ તેમની વિરુદ્ધ ખોટા આરોપોને બતાવ્યા હતા.
NCP નેતાએ ત્યારે કહ્યું હતું કે, તેમની વિરૂદ્ધ ખોટા કેસ નોંધાવવામાં આવ્યા છે. એટલે મેં ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તે લોકતંત્રની હત્યા થતા નહીં જોઈ શકે. તો આ વર્ષે જાન્યુઆરીમાં જિતેન્દ્ર આવ્હવાડે ઔરંગઝેબને લઈને દાવો કર્યો હતો કે તે ક્રૂર અને હિન્દુ વિરોધી નહોતો. તેમણે કહ્યું હતું કે, છત્રપતિ સંભાજી મહારાજને બહાદુરગઢ લાવવામાં આવ્યા, જ્યાં તેમની આંખો કાઢી દેવામાં આવી.
બહાદુરગઢ કિલ્લા પાસે એક વિષ્ણુ મંદિર હતું. જો ઔરંગઝેબ ક્રૂર કે હિન્દુ વિરોધી હોત તો એ મંદિરને પણ તોડી દેતો. એ જ પ્રકારે ડિસેમ્બર 2021માં તેમણે મુસ્લિમોને કહ્યું કે, હતું કે હું બધા મુસ્લિમક ભાઈઓને અપીલ કરવા માગું છું કે વધારે ગોશ્ત ખાઈને માથું ન ગરમ કરો. એકદમ શાંતિથી કામ લો. તેઓ (વિરોધી પાર્ટીના લોકો) ઈચ્છે છે કે તમારું માથું ગરમ થઈ જાય. માથા પર બરફ રાખો અને મોઢામાં સોપારી, પાન, રજનીગંધા જે ખાવાનું હોય એ ખાઓ, પરંતુ માથા પર બફર, મોઢાને તાળું, કશું નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp