બીજા બાળકના જન્મ પર વધશે સેલેરી,માતાને 1 વર્ષની રજા, આ રાજ્યમાં સરકારની જાહેરાત
સિક્કિમમાં બીજા બાળકના જન્મ થવા પર મહિલા સરકારી કર્મચારીને એક વર્ષની રજા અને સેલેરી ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે. રાજ્યમાં ફર્ટિલિટી રેટમાં કમીને લઇને સરકાર ચિંતિત છે, જેને લઇને સરકારે આ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કહ્યું કે, ‘બીજા બાળકનો જન્મ થવા પર સરકારી મહિલા કર્મચારીની સેલેરીમાં વૃદ્ધિ કરવામાં આવશે. મહિલા સરકારી કર્મચારીઓને એક વર્ષ સુધીની પોતાના નવજાત શિશુઓની દેખરેખ માટે નિઃશુલ્ક ચાઇલ્ડ કેર એટેન્ડેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
365 દિવસની મેટરનિટી લીવ અને 30 દિવસની પેટરનિટી લીવ આપવામાં આવશે. એ સિવાય IVF પ્રક્રિયા માટે નાણાકીય સહાયતા પણ આપવામાં આવશે. રાજ્ય સરકાર આ નીતિને 21 જૂનથી લાગૂ કરવા જઇ રહી છે. તે હેઠળ બીજા બાળકના જન્મ થવા પર એક વેતન વૃદ્ધિ, જ્યારે બેથી વધારે બાળકોના જન્મ થવા પર 2 વેતન વૃદ્ધિ આપવામાં આવશે. શુક્રવારે એક સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે (ગોલે) કહ્યું કે, રાજ્ય સરકારે 40 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓને ભરતી કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
જેથી નવજાત શિશુઓની દેખરેખ માટે તેમને મહિલા કર્મચારીના ઘર પર રાખી શકાય. તેના માટે તેમને 10 હજાર રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. નવી રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-5ના આંકડાઓ મુજબ, સિક્કિમનો કુલ પ્રજનન દર (TFR) દેશમાં સૌથી ઓછો છે. વર્ષ 2022માં પ્રજનન દર સૌથી ઓછો હતો. તેનો અર્થ છે કે સિક્કિમમાં મહિલાઓ એવરેજ એકથી વધુ બાળકોને જન્મ આપતી નથી. TFR શહેરી ક્ષેત્રોમાં 0.7 અને ગ્રામીણ ક્ષેત્રોમાં 1.3 હતો.
એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા સિક્કિમના મુખ્ય સચિવ વી.બી. પાઠકે કહ્યું કે, ‘સિક્કિમ સરકાર દ્વારા જાહેર કરાયેલી વેતન વૃદ્ધિ યોજના અને અન્ય બધા ઉપાય નિશ્ચિત રૂપે વસ્તી માટે છે કેમ કે જનસંખ્યાકીય પરિવર્તનનો ડર છે. અત્યારે નીતિમાં કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, પરંતુ રાજ્ય સરકાર એ વાત પર વિચાર કરી રહી છે કે શું જનતા માટે એવી વેતન વૃદ્ધિ યોજનાની જાહેરાત કરી શકાય છે?’ હાલમાં જ મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે જાતીય સમુદાયોથી સંબંધિત મહિલાઓને વધુ બાળકોને જન્મ આપવા માટે મૌદ્રિક અને અન્ય પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp