IndiGoએ 'પૌવા'ને 'ફ્રેશ સલાડ' બતાવ્યું, યુઝર્સ જોરદાર ટ્રોલ કરી રહ્યા છે

તમને ખબર જ હશે કે ભારતીય નાસ્તામાં 'પૌવા' સૌથી વધુ ખાવામાં 'પૌવાઆવતી વાનગી છે. પરંતુ ભારતીય એરલાઈન કંપની ઈન્ડિગોની એક પોસ્ટ બાદ હવે 'પૌવા'ને સલાડ તરીકે ઓળખવામાં આવે છે.

વાસ્તવમાં, 28 જાન્યુઆરીએ, એરલાઈને ફ્લાઈટમાં પીરસવામાં આવતા તાજા સલાડ વિશેની એક પોસ્ટ શેર કરી હતી. ટ્વિટર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં 'ને એક બાઉલમાં રાખવામાં આવ્યો છે, જેમાં લીંબુનો રસ રેડવામાં આવી રહ્યો છે, આ ફોટો પર લખ્યું છે 'ફ્રેશ સલાડ'. આ તસવીર શેર કરતી વખતે ઈન્ડિગોએ લખ્યું, 'સલાડ જો ફ્રેશ સર્વ કરવામાં આવશે. ફક્ત તેનો સ્વાદ લો અને તેનો સ્વાદ લીધા પછી તમે બધું ભૂલી જશો.'

આ પોસ્ટ શેર થયા બાદ યુઝર્સે ઈન્ડિગોને જોરદાર ટ્રોલ કરી હતી. એક યુઝર્સે કહ્યું કે, જો તમે ભારતીયો સાથે વાત કરો છો, તો તે બિલકુલ સલાડ નથી- તે 'પૌવા' છે. અત્યાર સુધી તમે 'ઉપમા'-'પૌવા'ની તૈયાર વાનગીને પાણીમાં ઉકાળીને વેચતા હતા. કદાચ આ વાનગી લીંબુના રસ સાથે તાજા તૈયાર કરેલા 'પૌવા' છે. આ સલાડ નથી. ઈન્ડિગો કૃપા કરીને તમે તમારી હકીકતો સાચી રીતે બતાવો.

જ્યારે, એક યુઝરે કહ્યું કે, તમે ચોક્કસપણે નશો કરતા હશો, તો જ તમે સલાડના રૂપમાં મહારાષ્ટ્રીયન ફેવરિટ 'પૌવા' નામની વાનગીનું અપમાન કરી રહ્યા છો. અત્યાર સુધીમાં 3 લાખ 36 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ જોઈ છે. જ્યારે 89 લોકોએ લાઈક કર્યું છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને ઈન્ડિગોને ટ્રોલ કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ઈન્ડિગોની સ્થાપના ઓગસ્ટ 2006માં થઈ હતી અને આજે ઈન્ડિગો પાસે 300 એરક્રાફ્ટ છે. ઈન્ડિગો દ્વારા સેવા અપાતા કુલ સ્થળોની સંખ્યા 75 સ્થાનિક અને 26 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સાથે 101 છે. IndiGoએ ડિસેમ્બર 2022 સુધીમાં 54.9%ના બજાર હિસ્સા સાથે ભારતની સૌથી મોટી પેસેન્જર એરલાઇન છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.