નીલ કુસુમ મર્ડરઃયુવતીની 51 વખત સ્ક્રુડ્રાઈવર મારી હત્યા, ભાગતો ફરતો આરોપી ઝડપાયો
છત્તીસગઢના કોરબામાં પ્રેમિકા નીલ કુસુમ પન્નાની 51 વાર સ્ક્રુડ્રાઈવર મારીને હત્યા કરનાર પ્રેમી શાહબાઝ ખાનની ધરપકડ કરવામાં આવી છે. કોરબા પોલીસે રાજનાંદગાંવથી તેની ધરપકડ કરી હતી. આરોપીઓએ નીલની ઘાતકી હત્યા કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસને શાહબાઝના નામની ફ્લાઈટ અને બસની ટિકિટ અને કેટલાક કપડા મળ્યા છે.
24 ડિસેમ્બરની સવારે 20 વર્ષની નીલની તેના પ્રેમી શાહબાઝ ખાને હત્યા કરી હતી. શાહબાઝ હત્યાને અંજામ આપવા માટે સૂરજથી રાયપુર ફ્લાઈટમાં આવ્યો હતો. આ પછી તે બસ દ્વારા કોરબા આવ્યો હતો અને ઘરમાં ઘુસીને નીલની હત્યા કર્યા બાદ 27 વર્ષીય શાહબાઝ ભાગી ગયો હતો.
એવું કહેવામાં આવ્યું હતું કે, કોરબા પોલીસની ચાર ટીમો હત્યારા શાહબાઝની શોધમાં લાગેલી છે. આજે તેની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.
કોરબામાં સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (SECL)ની રહેણાંક કોલોનીમાં એક ઘરમાંથી 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોરબાના સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વિશ્વદીપક ત્રિપાઠીએ જણાવ્યું કે 24 ડિસેમ્બર એટલે કે, શનિવારે નીલ કુસુમ પન્ના નામની છોકરીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેની લોહીથી લથપથ લાશ ઘરના રૂમમાંથી મળી આવી હતી.
ઘટના બાદ પોલીસે નીલ કુસુમ પન્નાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જેની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપીએ તેના શરીર પર તિક્ષ્ણ હથિયાર એટલે કે સ્ક્રુડ્રાઈવર વડે 51 વાર હુમલો કર્યો હતો. તેને ખુબ જ નિર્દયતાથી મારવામાં આવી હતી. આ દરમિયાન આરોપી શાહબાઝે નીલનો ચહેરો ઓશીકા વડે દબાવી રાખ્યો હતો, જેથી તેનો અવાજ કોઈ સાંભળી ન જાય. પછી તેણે નીલના શરીર પર સ્ક્રુડ્રાઈવર વડે ઘા કર્યા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, નીલની છાતી, ગળા, ચહેરા અને પીઠ પર કુલ 51 ઊંડા ઘા મળી આવ્યા છે. ઘટના દરમિયાન યુવતીને બચાવવા માટે સંઘર્ષ પણ કર્યો હતો, જેના કારણે તેના હાથ પર ધારદાર હથિયારથી ઈજા પહોંચાડાઇ હતી. હત્યારાએ નીલનું મોં ઓશીકું વડે દબાવી રાખ્યું હતું, જેથી તે અવાજ ન કરી શકે.
પોલીસની તપાસમાં એ વાત સામે આવી છે કે, લવ ટ્રાયંગલના કારણે નીલની હત્યા થઈ હોવી જોઈએ. તે શાહબાઝ ખાન નામના યુવક સાથે સતત વાત કરતી હતી. આ દરમિયાન નીલ જશપુરના એક યુવકના સંપર્કમાં પણ આવી હતી. તે તેની સાથે પણ સતત વાત કરતી હતી. બાદમાં નીલે શાહબાઝ ખાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ શાહબાઝ તેને સતત ફોન કર્યા કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કામ કરતો શાહબાઝ ફ્લાઇટ દ્વારા રાયપુર આવ્યો હતો. ત્યાંથી તેણે બસમાં કોરબા સુધીની મુસાફરી કરી. ત્યારબાદ ઘરમાં ઘુસીને તેણે નીલની હત્યા કરી હતી અને ભાગી ગયો હતો. પોલીસે એમ પણ કહ્યું હતું કે, ઘરના સભ્યો પોતપોતાના કામ માટે ક્યારે નીકળે છે તે આરોપીને ખબર હતી.
હત્યા સવારે આઠથી બપોરે 12.30 વાગ્યાની વચ્ચે કરવામાં આવી હતી. બપોરે જ્યારે નીલનો ભાઈ નિતેશ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે રૂમમાં લોહીલુહાણ લાશ પડેલી જોઈ. હાલમાં હત્યાની આશંકા ધરાવતા યુવક શાહબાઝ ખાનની શોધ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, શાહબાઝ ખાનના પકડાયા બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp