પાકિસ્તાની ખેલાડીને નીરજે આપ્યો રાષ્ટ્રધ્વજથી સહારો, જુઓ Video

PC: news18.com

વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ World Athletics Championshipની ફાઈનલમાં પોતાના પ્રદર્શનની સાથે પરસ્પર ભાઈચારાથી પણ લોકોનું દીલ જીતી લીધું. નીરજે બીજા પ્રયાસમાં ગોલ્ડન થ્રો દ્વારા વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કરી લીધું. જેવલિન થ્રોની ફાઇનલમાં ભારતીય ખેલાડીનો પહેલો પ્રયાસ ફાઉલ રહ્યો પણ બીજા પ્રયાસમાં તેણે જોરદાર વાપસી કરી. પાકિસ્તાનના અરશદ નદીમ બીજા સ્થાને રહ્યો. નીરજ અને અરશદની દોસ્તી વિશ્વવ્યાપી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો કોમ્પિટિશન પછીનો છે. જ્યારે નીરજ ફોટો સેશન દરમિયાન પાકિસ્તાની એથલીટ અરશદ નદીમને બોલાવે છે. અરશદને સિલ્વર મેડલ મળે છે. તો બ્રોન્ઝ મેડલ ચેક રિપબ્લિકના યાકૂબ વાલેશને મળે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, નીરજ અને યાકૂબ પોત પોતાના દેશના ધ્વજ સાથે તસવીર પડાવી રહ્યા હોય છે. ત્યારે જ નીરજની નજર અરશદ પર પડે છે અને નીરજ તેને ફોટો પડાવવા માટે બોલાવે છે. અરશદ પણ દોડીને આવે છે અને ફોટો પડાવે છે. પણ આ દરમિયાન તે પોતાના દેશનો ધ્વજ લાવવાનું ભૂલી જાય છે ત્યારે નીરજ અરશદને પાછળથી ભારતના રાષ્ટ્રધ્વજ વડે સહારો આપતો જોવા મળે છે.

World Athletics Championshipમાં ગોલ્ડ જીતનાર નીરજ પહેલો ભારતીય

ઓલ્મ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે. આની સાથે જ નીરજ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલો ભારતીય બની ગયો છે. તેણે પુરુષોના જેવલીન થ્રો કોમ્પિટીશનમાં 88.17 મીટરના થ્રોની સાથે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભારતનો કિશોર જેના પાંચમા સ્થાને રહ્યો. જેણે વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 84.77 મીટરનો થ્રો ફેંક્યો. તો ડીપી મનુ છઠ્ઠા સ્થાને રહ્યો જેનો બેસ્ટ થ્રો 84.14 મીટરનો હતો. World Athletics Championshipમાં આ પહેલીવાર થયું છે જ્યારે ટોપ 8માં ભારતના 3 ખેલાડી રહ્યા હોય.

25 વર્ષીય નીરજ ચોપરાનો પહેલો થ્રો ફાઉલ થયા પછી બીજા પ્રયાસમાં તેણે બેસ્ટ થ્રો કર્યો. ત્યાર બાદ તેણે 86.32 મીટર, 84.64 મીટર, 87.73 મીટર અને 83.98 મીટરનો થ્રો ફેંક્યો. પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના પોતાના બેસ્ટ થ્રોની સાથે સિલ્વર મેડલ જીત્યો. તો ચેક રિપબ્લિકના યાકૂબ વાલેશે કાંસ્ય પદક જીત્યો. જેનો થ્રો 86.67 મીટર રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp