પાડોશીએ પાલતુ કૂતરાને 'કૂતરો' કહ્યો, માલિકને આવ્યો ગુસ્સો, વૃદ્ધને મારી નાંખ્યો

PC: hindi.newsbytesapp.com

અચાનક આપણા સમાજમાં કુતરાઓએ માણસો સાથે જે નિકટતા બનાવી છે, તે માણસનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ નહીં પણ માનસિક વિકલાંગતા દર્શાવે છે. ભૂખ્યા નિ:સહાય વ્યક્તિને બે ટાઈમનું જમવાનું ન આપી શકનાર વ્યક્તિ દરરોજ રસ્તાના કૂતરાઓને બિસ્કિટ સહિતનો તમામ પ્રકારનું ખાવાનું ખવડાવતો જોવા મળે છે, કૂતરાને સવાર-સાંજ સાથે ફેરવવા લઇ જતા જોવા મળે છે. જેમ કે કૂતરો તેમના જીવનમાં માનવીનો વિકલ્પ બની ગયો ન હોય.

તમિલનાડુના ડિંડીગુલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેના પાલતુ કુતરાના નામને લઈને તેના જ પાડોશીની નિર્દયતાથી હત્યા કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વ્યક્તિ તેના પાલતુ કૂતરાને કૂતરો કહેવાથી ખૂબ જ ગુસ્સે હતો, જેના કારણે તેણે તેની પડોશમાં રહેતા વૃદ્ધની હત્યા કરી નાખી. આ સમાચાર આવ્યા બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે, 62 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું, જેની ઓળખ રાયપ્પન તરીકે કરવામાં આવી છે. તે આરોપીનો પાડોશી હતો. જે દિવસે ઘટના બની તે દિવસે રાયપ્પન તેના પૌત્ર સાથે ખેતરમાં હતો અને તેણે તેના પૌત્ર કેલ્વિનને પાણીનો પંપ બંધ કરવાનું કહ્યું અને 'પેલાનો કૂતરો આવી શકે તેમ છે' તે માટે લાકડી લાવવા કહ્યું.

આ દરમિયાન કૂતરાના માલિક ડેનિયલ ત્યાં હાજર હતો. તેણે રાયપ્પનની વાત સાંભળી અને ગુસ્સે થઈ ગયો. પહેલા તો તેણે વૃદ્ધ રાયપ્પન પર ખરાબ રીતે બૂમો પાડી કે, તેના કૂતરાને કૂતરો કહેવાની તેની હિંમત કેવી રીતે થઈ. ગુસ્સામાં આવીને ડેનિયલ રાયપ્પનને ખરાબ રીતે મારવા લાગ્યો અને તેની છાતીમાં મુક્કો માર્યો. મુક્કો મારતી વખતે તે સતત બૂમો પાડી રહ્યો હતો, તમને તેને કૂતરો ન કહેવાની કેટલી વાર સૂચના આપી છે. છાતીમાં જોરથી મુક્કો માર્યા બાદ રાયપ્પન જમીન પર પડી ગયો, ગુસ્સે ભરાયેલા ડેનિયલ્સે રાયપ્પનને છાતીમાં બીજો જોરથી મુક્કો માર્યો અને તે નીચે પડી ગયો. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૃતકના પરિવારજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. મામલાની નોંધ લઈને પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, ઘટના બાદ આરોપી અને તેનો પરિવાર ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, પોલીસે શુક્રવારે નિર્મલા ફાતિમા રાની અને તેના પુત્રો ડેનિયલ અને વિન્સેન્ટની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના પરિવાર વતી પીડિત પરિવારને ઘણી વખત સૂચના આપવામાં આવી હતી કે જ્યારે કૂતરાના માલિકને તેના પાલતુ કૂતરાને 'કૂતરો' કહેવામાં આવે છે ત્યારે તે ખુબ ગુસ્સે થઈ જાય છે. આવી સ્થિતિમાં, પરિવારે પડોશીઓને ઘણી વખત ચેતવણી આપી હતી કે તેઓ તેમના પાલતુ પ્રાણીને કૂતરો ન કહે.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા જગાવી છે કે, જ્યાં લોકો પોતાના માતા-પિતા અને ઘરના વડીલોનું પણ સન્માન નથી કરતા, ત્યાં તેમને કૂતરા સાથે આ પ્રકારનું લગાવ કેમ થઈ રહ્યું છે. આ આધુનિક યુગમાં, લોકો ઝડપથી પ્રગતિ કરવા માંગે છે અને તેથી તેમની પાસે તેમના મિત્રો, સંબંધીઓ માટે ઓછો સમય છે, અને કદાચ તેઓ કૂતરાઓ દ્વારા તેની ભરપાઈ કરી રહ્યા છે. તે એકલતાનો સાથી પણ છે, માંગણી કરતો નથી અને તેમની અંગત વાતોમાં દખલ દેતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp