26th January selfie contest

બદલો લેવા પાડોસીની ગર્ભવતી પત્ની પર કર્યો બળાત્કાર, પત્નીએ બનાવ્યો વીડિયો

PC: kalingatv.com

સંબંધોને બરબાદ કરતી બળાત્કાર જેવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. ઓડિશાના નબરંગપુર જિલ્લામાં એક વ્યક્તિએ પાડોશમાં રહેતી 5 મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. સંબંધમાં મહિલા આરોપીની ભાભી લાગતી હતી. યુવકે બળાત્કારની સમગ્ર ઘટના તેની પત્નીના મોબાઈલમાં રેકોર્ડ કરાવી લીધી હતી. વ્યક્તિએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. ક્રૂરતાની આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આરોપીએ પહેલા મહિલા પર બળાત્કાર કર્યો અને પછી પીડિતાને ધમકી પણ આપી હતી. આરોપી મહિલાને એક સ્થાનિક મંદિરમાં લઈ ગયો અને તેની પર થયેલા બળાત્કાર વિશે કોઈને ન કહેવાના સોગંદ પણ લેવડાવ્યા હતા. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ આરોપી અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવમાં તે વ્યક્તિ પીડિતાનો પાડોશી હતો અને આરોપીને તેના પતિ સાથે કેટલાક મતભેદ હતા. આ ઝઘડાના કારણે પાડોશી પાસેથી બદલો લેવા માટે આરોપીએ તેની પત્નીને નિર્દયતાનો શિકાર બનાવી.

પોલીસે જણાવ્યું કે, ઓડિશાના ખાટીગુડા વિસ્તારના જગન્નાથપુર ગામની ગર્ભવતી મહિલા નિયમિત તપાસ માટે મેડિકલ સેન્ટર પહોંચી હતી. તેણે તેના સંબંધીની મદદ માંગી. જ્યારે પીડિતા 28 ફેબ્રુઆરીએ મેડિકલ તપાસ માટે ગઈ ત્યારે આશા વર્કરના પતિએ તેના પર કહેવાતો બળાત્કાર કર્યો હતો.

પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપી મહિલાનું નામ પદ્મા રુંજીકર છે. તેના પર આરોપ છે કે, તેણે તેના પતિને તેની ગર્ભવતી સબંધે ભાભી સાથે બળાત્કાર કરવામાં મદદ કરી, એટલું જ નહીં પરંતુ તેના સેલ ફોનમાં આ ઘટના રેકોર્ડ પણ કરી હતી. આરોપી મહિલા આશા વર્કર તરીકે કામ કરે છે.

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, દંપતીએ અંગત કારણોસર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પોલીસે સાયબર સેલને આ વીડિયો ઈન્ટરનેટ પરથી હટાવવા માટે કહ્યું છે.

પોલીસે આશા વર્કરનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધો હતો, જેના પર તેણે બળાત્કારની ઘટના રેકોર્ડ કરી હતી. પોલીસે આશા વર્કર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધિત વિભાગને પત્ર મોકલ્યો હતો અને કહ્યું હતું કે 21 દિવસમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp