દીકરાએ માતાના પ્રેમીને કુહાડીથી પતાવી દીધો, રાત્રે મળવા ગયો હતો પાડોશી

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પોતાની માતાના આડા સંબંધોથી નારાજ એક 25 વર્ષીય દીકરાએ માતાના પ્રેમીને કુહાડીથી કાપી નાખ્યો. પ્રેમી મોહલ્લાનો જ રહેવાસી હતો. મોડી સાંજે જ્યારે તે મહિલાને મળવા તેના ઘરે ગયો તો મહિલાના દીકરાએ તેને જોઈ લીધો. તેણે ઘરમાં રાખેલી કુહાડીથી તેના પર અનેક વાર કર્યા. લોકોને લોહીથી લથબથ પ્રેમીને ઇમરજન્સીમાં હૉસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં તેનું મોત થઈ ગયું. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકોએ પોલીસને જાણકારી આપી.
પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આરોપી યુવકની તેના ઘરથી ધરપકડ કરી લીધી. આ આખી ઘટના સુબેહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સુબેહાના હવેલી વોર્ડના રહેવાસી ઔસાફની મોહલ્લામાં જ રહેતી એક મહિલા સાથે સંબંધ હતા. એ વાતની જાણકારી ગયા અઠવાડિયે મહિલાના પુત્ર અશફાકને ખબર પડી. પરિવારજનો મુજબ, અશફાકે ઘણી વખત પોતાની માતા અને તેના પ્રેમી ઔસાફનો વિરોધ કર્યો, પરંતુ ઔસાફે અશફાકની માતાને મળવાનું ન છોડ્યું. એ વાતથી અશફાક ખૂબ નારાજ હતો.
શુક્રવારની મોડી રાત્રે લગભગ 9:00 વાગ્યે જ્યારે ઔસાફ અશફાકના ઘરે તેની માતાને મળવા ગયો તો બંનેને જોઈને અશફાક પોતાનો પિત્તો ગુમાવી બેઠો. તેણે ઘરમાં રાખેલી કુહાડીથી જ જોરદાર ઔસાફ પર પ્રહાર કરી દીધા. ત્યારબાદ તેની માતાએ બૂમાબૂમ કરી મૂકી. બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા. લોકોએ ઔસાફને લોહીથી લથબથ હાલતમાં જ ઉઠાવ્યો અને સુબેહા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. ત્યારબાદ લોકોએ હત્યાની જાણકારી પોલીસને આપી દીધી.
ઇમરજન્સીમાં કેટલાક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. હત્યા બાદ અશફાક ઘટનાસ્થળ પર જ બેસી રહ્યો. પાસે લોહીથી ખરડાયેલી કુહાડી પણ પડી હતી. પોલીસે તપાસ બાદ આરોપી અશફાકની ધરપકડ કરી લીધી. ત્યારબાદ ઔસાફના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું. પોલીસનું કહેવું છે કે, આરોપી યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ જ બારાબંકીથી વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં એક ભાઈએ પોતાની બહેનનું માથું ધડથી અલગ કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ કામ બહેનના પ્રેમ પ્રસંગથી નારાજ થઈને કર્યું હતું. બંનેમાં કોઈ વાતને લઈને બહેસ થઈ હતી, જે એટલી વધી ગઈ કે આરોપીએ બહેનનું માથું કાપી નાખ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp