સુભાષચંદ્ર બોઝના દીકરીએ કહ્યું- ‘નેતાજી RSSની વિચારધારાના ટીકાકાર હતા’

PC: theweek.in

કલકત્તામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 23મી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન, નેતાજીના દિકરી અનીતા બોઝ ફાફે આ આખા કાર્યક્રમનો વિરોધ કર્યો અને એક મોટું નિવેદન આપ્યું. અનીતા બોઝ ફાફે કહ્યું કે, નેતાજી RSSની વિચારધારાના ટીકાકાર હતા. તેમણે કહ્યું કે, મારા પિતા એક એવા વ્યક્તિ હતા કે જે, હિંદુ હતા પણ દરેક ધર્મોનું સન્માન કરતા હતા અને દરેકની સાથે રહી શકતા હતા. એમ ન વિચારો કે, RSS આમાં વિશ્વાસ કરે છે.

તેમણે કહ્યું કે, જો RSSએ નેતાજીની વિચારધારાને અપનાવવાનું શરી દીધું છે તો તે ભારત માટે સારું જ હશે. નેતાજી ધર્મનિરપેક્ષતામાં વિશ્વાસ રાખતા હતા અને મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, RSS તે વિચારધારામાં ભરોસો રાખે છે. અનીતા બોઝ ફાફે કહ્યું કે, જો RSS હિંદુ રાષ્ટ્રવાદી વિચારોને પ્રેરિત કરવા માગે છે તો તે નેતાજીની વિચારધારાથી સમાન ન હશે અને જો તેના માટે નેતાજીનો ઉપયોગ કરવામાં આવે છે તો હું તેની સરાહના પણ કરીશ.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત 23મી જાન્યુઆરીના રોજ કલકત્તામાં મેગા રેલી કરવા જઇ રહ્યું છે. આ દરમિયાન તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર તેમને શ્રદ્ધાંજલી પણ આપશે. મોહન ભાગવત બંગાળના પાંચ દિવસીય પ્રવાસ પર હશે, જ્યાં તેઓ વિભિન્ન ગણમાન્ય લોકોની મુલાકાત કરશે. 23મી જાન્યુઆરીના રોજ ભાગવત નેતાજીનો જન્મદિવસ નેતાજી લહ પ્રણામ તરીકે ઉજવશે. RSSના પૂર્વ ક્ષેત્ર સંચાલક અજય નંદીએ કહ્યું કે, RSSએ હંમેશા દેશના મહાન નેતાઓના જન્મદિવસ ઉજવ્યા છે. બોઝ અને RSSના સંસ્થાપક ડો. હેગેવારનો કોંગ્રેસના સમયથી એક બીજા સાથે સંબંધ રહ્યો છે.

તેમણે કહ્યું કે, કલકત્તા એ જગ્યા છે, જ્યાં નેતાજીની ડો. હેડગોવાર સાથે મુલાકાત થઇ હતી. બન્નેનો ગાઢ સંબંધ હતો. બન્નેએ આઝાદીની લડત લડી હતી. એકે RSS બનાવી અને બીજાએ INAનું ગઠન કર્યું. તેમણે કહ્યું કે, 1940માં સુભાષ ચંદ્ર બોઝ ટ્રેન દ્વારા નાગપુર જઇ રહ્યા હતા, જ્યાં તેમની ડો. હેડગોવાર સાથે મુલાકાત થઇ. RSS અને તેમની વિચારધારાની ટીકાકારોના સવાલ પર અજય નંદીએ કહ્યું કે, તેના કોઇ પૂરાવા નથી કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ RSS કે તેની વિચારધારાના ટીકાકાર હતા. કોઇ કંઇપણ કહી કે લખી શકે છે. પણ આ વાતના કોઇ પૂરાવા નથી કે નેતાજી RSSને પસંદ ન કરતા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp