નવા ભારતને મદરેસાની જરૂર નથી, આસામમાં તાળા લાગશે: CM હિંમતા સરમા

PC: outlookindia.com

વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ કર્ણાટકમાં એક વિવાદીત નિવેદન કરીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, નવા ભારતને મદરેસાની જરૂર નથી. નવા ભારતને શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીની જરૂર છે.

કર્ણાટકના બેલગાવીમાં શુક્રવારે એક જનસભાને સંબોધન કરતી વખતે આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ કહ્યુ કે, તેઓ તેમના રાજ્ય આસામમાં બધી મદરેસાઓ બંધ કરી દેવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની સરકાર આ પહેલાં 600 મદરેસાને તાળા લગાવી ચૂકી છે હવે બાકી બચેલી મદરેસાને ટુંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે. તેમણે કહ્યુ કે અમને મદરેસા નથી જોઇતી અમને એન્જિનિયર્સ અને ડોકટર્સ જોઇએ છે.

ભૂતકાળમાં પણ હિંમતા બિસ્વા સરમા અનેક વખત મદરેસાની સંખ્યા ઓછી કરવા માટે અહીં આપવામાં આવતા શિક્ષણની સમીક્ષા કરવાનો ઇરાદો જાહેર કરતા રહ્યા છે. આસામમાં અત્યારે 3,000 રજિસ્ટર્જ અને અનરજિસ્ટર્જ મદરેસા ચાલે છે.

વર્ષ 2020માં હિંમતા બિસ્વા સરમા એક કાયદો લાવ્યા હતા, જેના દ્રારા સરકાર દ્રારા સંચાલિત બધી મદરેસાએને નિયમિત શાળામાં તબદીલ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ તે વખતે કહ્યુ હતું કે રાજ્યની પોલીસ મદરેસામાં સારું વાતાવરણ ઉભું કરવા માટે બંગાળી મુસલમાનો સાથે મળીને કામ કરી રહી છે, જેમનું વલણ શિક્ષણ પ્રત્યે સકારાત્મક છે. વિજ્ઞાન અને ગણિતને એક વિષય તરીકે મદરેસામાં ભણાવાશે અને શિક્ષણના અધિકારોનું સન્માન કરાશે. શિક્ષકોનો ડેટાબેઝ પણ રાખવામાં આવશે.

કર્ણાટકમાં સંભવત મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં ધામા રાખી રહ્યા છે. લગાતાર સભાઓ કરવામાં આવી રહી છે અને મતદારોને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું હતું કે, કોંગ્રેસ આજની નવી મુઘલ પાર્ટી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ફરી એકવાર ભારતને નબળું પાડવાનું કામ કરી રહી છે. પહેલા મુઘલોએ ભારતને નબળું પાડ્યું હતું. મુખ્યમંત્રી હિંમતાએ કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિર બને તો તેમને આપત્તિ છે તેમણે કોંગ્રેસને સવાલ પુછતા કહ્યું હતું કે, શું તમે મુઘલોના બાળકો છો?

મુખ્યમંત્રી સરમાએ કહ્યું, કોંગ્રેસ અને સામ્યવાદીઓએ બતાવ્યું કે ભારતનો ઈતિહાસ બાબર, ઔરંગઝેબ અને શાહજહાંનો હતો. હું કહેવા માંગુ છું કે ભારતનો ઇતિહાસ તેમના વિશે નથી પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદ સિંહ વિશે છે. ઔરંગઝેબે તેના શાસન દરમિયાન 'સનાતન' સંસ્કૃતિને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને બળજબરીથી ઇસ્લામમાં ફેરવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp