લક્ષદ્વીપને હવે મોદી સરકાર માલદીવ્સ બનાવીને જ રહેશે. જાણો શું છે મોટો પ્લાન

PC: myholidays.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો લક્ષદ્વીપને લઈને અલગ જ પ્લાન છે. ભારત સરકાર લક્ષદ્વીપના મિનિકૉય આઇલેન્ડ્સ પર નવું એરપોર્ટ બનાવવા જઇ રહી છે. અહીથી ફાઇટર જેટ્સ, મિલિટ્રી એરક્રાફ્ટ અને કોમર્શિયલ વિમાનોનું સંચાલન પણ થશે. અહી ડબલ પર્પઝ એરફીલ્ડ હશે. મીડિયા રિપોર્ટ મુજબ મિનિકૉય દ્વીપ પર ડબલ પર્પઝ એરફીલ્ડ બનાવવામાં આવશે. એરપોર્ટ હશે.

જ્યાંથી ફાઇટર જેટ્સનું સંચાલન તો થશે જ, એ સિવાય અહી સામાન્ય નાગરિક વિમાન પણ આવી કે જઇ શકશે. સાથે જ અન્ય મિલિટ્રી એરક્રાફ્ટની લેન્ડિંગ અને ટેકઑફ થઈ શકશે. આ અગાઉ માત્ર મિલિટ્રી ઉપયોગ માટે એરફીલ્ડ બનાવવાનો પ્રસ્તાવ સરકાર પાસે ગયો હતો, પરંતુ હવે તેને અપગ્રેડ કરીને ડબલ પર્પઝ એરફીલ્ડ તરીકે ફરીથી મોકલવામાં આવ્યો છે. જો અહી એરફીલ્ડ બને છે તો ભારત અરબ સાગર અને હિન્દ મહાસાગરમાં ચારેય તરફ દેખરેખ કરી શકશે.

સમુદ્રી લૂંટારાઓની ચહલપહલ પર વિરામ લગાવી શકશે. નૌકાદળ અને વાયુસેના માટે હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં ઓપરેશન કરવાનું વધુ સરળ થઈ જશે. સાથે જ ચીનની વધતી ગતિવિધિઓ પર રોક લગાવવાનો અવસર પણ મળશે. મિનિકૉય આઇલેન્ડ પર એરસ્ટ્રીપ બનાવવાનો સૌથી પહેલો પ્રસ્તાવ ભારતીય કોસ્ટ ગાર્ડે આપ્યો હતો. વર્તમાન પ્રસ્તાવ હેઠળ આ નવા એરપોર્ટ અને એરફીલ્ડનું સંચાલન ભારતીય વાયુસેના કરશે. લક્ષદ્વીપની આસપાસ માત્ર એક જ એરસ્ટ્રીપ છે.

તે અગાતી આઇલેન્ડ પર છે. અહી દરેક પ્રકારના વિમાન ઉતરી શકતા નથી. જાણકારોએ જણાવ્યું કે, આ એરપોર્ટને બનાવવાનો  પ્રસ્તાવ ફૂલપ્રૂફ છે. ઘણી વખત રિવ્યૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા બાદ આખો દ્વીપ ગ્રુપ ખૂબ ચર્ચામાં આવી ગયો હતો. લક્ષદ્વીપના કરવત્તી આઇલેન્ડ પર ભારતીય નૌકાદળનો INS દ્વીપરક્ષક નૌકા સૈનિક બેઝ છે. અહી ભારતીય નૌકાદળ પહેલાથી જ મજબૂત છે, પરંતુ હવે તૈયારી થઈ રહી છે વાયુસેનાની ઉપસ્થિતિ અને તાકત વધારવાની. INS દ્વીપરક્ષક દક્ષિણી નૌકાદળ કમાંડનો હિસ્સો છે. અહી વર્ષ 2012થી સંચાલિત થઈ રહ્યો છે. નૌકાદળ કરવત્તી દ્વીપ પર વર્ષ 1980ના દશકથી સંચાલન કરી રહ્યું છે. અહી તેની સ્થાયી ફેસેલિટી ઉપસ્થિત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp