પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જાહેર, જાણો આજે સસ્તુ થયુ કે મોંઘુ

મોંઘવારીના મોરચે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડા વચ્ચે ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રાબેતા મુજબ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે (27 ડિસેમ્બર 2022) પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

સરકારી ઓઈલ કંપનીઓએ 27 ડિસેમ્બર 2022 માટે પેટ્રોલ ડીઝલની કિંમતો જાહેર કરી છે. ઓઈલ કંપનીઓએ સતત 215માં દિવસે સામાન્ય લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે આજે પણ તેજના ભાવ સ્થિર છે.

દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હી -પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
મુંબઈ -પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
કોલકાતા -પેટ્રોલ 106.03, ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈ -પેટ્રોલ રૂ. 102.63, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. ગંગાનગરમાં પેટ્રોલ 113.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ 112.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. પેટ્રોલ અને ડીઝલના દરરોજના રેટ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 પર અને BPCLના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.