મારામારી, ગાળાગાળી અને ટૉર્ચર.. SDM જ્યોતિ મોર્યની જેઠાણી પતિથી થઈ અલગ

PC: aajtak.in

ચર્ચિત SDM જ્યોતિ મોર્ય અને અશોક મોર્ય વિવાદ વચ્ચે તેમના પરિવારથી વધુ એક સમાચાર સામે આવ્યા છે. જ્યોતિની જેઠાણી શુભ્રા મોર્ય હવે પોતાના પતિથી અલગ રહે છે. આ વાતની પુષ્ટિ પોતે શુભ્રાએ કહી છે. તેનો આરોપ છે કે, તેની સાથે પણ જ્યોતિની જેમ છેતરપિંડી થઈ છે. તે પણ આલોક મોર્યના પરિવાર વિરુદ્ધ FIR નોંધાવવા જઈ રહી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેણે ઘણા ખુલાસા કર્યા. શુભ્રાએ જણાવ્યું કે, મારો પતિ વિનોદ મોર્ય ડ્રિંક પીયને મારી સાથે મારામારી કરે છે.

વર્ષ 2018માં પણ મેં આ લોકો વિરુદ્ધ સ્ટેન્ડ લીધું હતું, પરંતુ મારી FIR ફાઇલ ન થઈ શકી. 10 જુલાઇના રોજ મને જીવથી મારવાની ધમકી આપવામાં આવી. ત્યારબાદ મેં FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય લખવામાં ન આવી. ત્યારબાદ 15 જુલાઇના રોજ ફરીથી મારે 112 ડાયલ કરવો પડ્યો કેમ કે મારો પતિ અને તેના પરિવારજનોએ અહીં આવીને જોરદાર હોબાળો કર્યો. પોલીસ આવી અને સમજાવીને જતી રહી. મારા પતિ સાથે લઈને પણ ગયા હતા, પરંતુ ત્યારથી તે મને ધમકી પર ધમકી આપી રહ્યા છે.

જો તે કંઈ કર્યું તો અમે બદનામ કરી દઇશું. હું ટ્રેન આગળ કૂદીને મરી જઈશ. તેની જવાબદાર તું હશે. તારું પરિવાર અને મા હશે. મારા પરિવારજનોને પણ સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. જે ચેટ મને મોકલી રહ્યો છે તે જ ચેટ મારા પરિવારજનોને પણ મોકલી રહ્યા છે. હવે અહી કન્ડિશન આવી ગઈ છે કે જો મારી FIR સમય પર થઈ ગઈ હોત તો મને એટલું મેન્ટલ ટૉર્ચર સહન ન કરવું પડતું. શુભ્રાએ જણાવ્યું કે, હું એક શિક્ષિકા છું. જ્યારે વિનોદના સંબંધ મારા માટે આવ્યા તો અમારા પરિવારને ખોટું કહેવામાં આવ્યું હતું.

કહેવામાં આવ્યું હતું કે, વિનોદ પોલીસ ઇન્ટેલિજેન્સ બ્યુરોમાં અધિકારી છે, જ્યારે લગ્ન બાદ મને ખબર પડી કે તે તો એક ક્લાર્ક છે. જ્યોતિ સાથે પણ આલોકે એમ જ કર્યું. તેણે પણ પોતાને ગ્રામ પંચાયત અધિકારી બતાવ્યો હતો, જ્યારે તે પટાવાળો છે. પૈસા માટે મને, જ્યોતિ અને મારી એક જેઠાણીને સાસરાવાળા અત્યાચાર કરે છે. કાયમ પૈસાની માગ કરે છે. જ્યારે લગ્ન થયા તો મારા પરિવારે 5 લાખની ગાડી, 5 લાખ રોકડ અને 5 લાખના ઘરેણાં આપ્યા હતા. મારા પરિવારજનોએ તેમણે એક પ્લોટ પણ આપ્યો છે.

લગ્ન બાદ અમારી એક દીકરી થઈ. પછી વર્ષ 2018માં બીજી દીકરી થઈ. ત્યારબાદ મને ખૂબ ટૉર્ચર આપવાની શરૂઆત કરી દીધી. વર્ષ 2018માં મારામારી થયા બાદ મેં FIR નોંધાવવાનું વિચાર્યું હતું, પરંતુ મારી FIR નોંધવામાં ન આવી. ત્યારબાદ પણ વસ્તુ ચાલતી રહી અને આ લોકો મને ટૉર્ચર આપતા રહે. ત્યારબાદ મારા પરિવારજનોએ મને પ્રયાગરાજમાં એક ઘર ખરીદીને આપ્યું. તેનું પણ ટ્રાન્ઝેક્શન છે મારી પાસે. એ ઘરને ખરીદવામાં મારા પણ થોડા પૈસા લાગ્યા. મારા સસરાએ તેના માટે પણ કહ્યું કે, એ મકાનને વેચીને હું વિનોદને પૈસા આપી દઉં.

શુભ્રાએ જણાવ્યું કે, હું અત્યાર સુધી તેની સાથે જ રહેતી હતી. જ્યારે વધુ મારામારી થવા લાગી, ગંદી ગંદી ગાળો આપવા લાગી, ખૂબ વધારે ટૉર્ચર થઈ ગયું હતું. લાગી રહ્યું હતું કે આ રિલેશન હવે જરાય નહીં ચાલી શકે. થોડા દિવસ અગાઉ મારા ઘરવાળા આવ્યા, તેમણે વાત કરી. એ જ સમયે તેમણે કહ્યું કે, હું તેને ઘરથી કાઢી દઇશ. પછી એટલા કહ્યા બાદ મારી સાથે રાતમાં મારામારી થઈ. ત્યારબાદ મેં વિનોદનો ઘર છોડી દીધો. હવે હું અલગ રહું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp