હોસ્પિટલમાં નવજાતનો વ્યાપાર, ડૉક્ટરે હિન્દુ બાળકના માંગ્યા 4 લાખ
શહેરની મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં રોડમાં એક હૉસ્પિટલમાં નવજાત બાળકોની ડીલનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. આ હૉસ્પિટલની શાખાઓ જિલ્લાના અન્ય પેટાવિભાગોમાં પણ સંચાલિત થાય છે. વાયરલ વીડિયોમાં ડૉક્ટરના રૂપમાં એક વ્યક્તિ પોતાના મોબાઇલમાં નવજાત બાળકને દેખાડી રહ્યો છે. કહી રહ્યો છે કે બાળક પૂરી રીતે સ્વસ્થ છે. હિન્દુ પરિવારનું બાળક છે. રાત્રે નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી છે. હાથ-પગ પણ બરાબર છે. બાળકનું વજન અઢી કિલો છે. જો કે, વાયરલ વીડિયોની પુષ્ટિ અમે કરતા નથી.
વીડિયોમાં ડૉક્ટર કહે છે કે પૈસા વધારે ખર્ચ કરવા પડશે. જો કે, ખરીદદાર તેની માંગ પૂરી કરવામાં પોતાને સક્ષમ બતાવતો નથી. પછી ડૉક્ટર કહે છે કે ઓછા પૈસાવાળું બાળક આવશે તો જાણકારી આપીશ. તારો નંબર મારી પાસે છે. તો ડૉક્ટરનો વીડિયો વાયરલ થયા બાદ સ્વાસ્થ્ય વિભાગમાં હાહાકાર મચી ગયો છે. સિવિલ સર્જન ડૉ. વીરેન્દ્ર કુમાર ચૌધરીએ જણાવ્યું કે, આ અંગે તપાસ માટે ટીમની રચના કરવામાં આવી છે. વીડિયોના આધાર પર ડૉક્ટરની ઓળખ કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
कहते हैं डॉक्टर भगवान का दूसरा रूप होता है, लेकिन इस वीडियो में नजर आ रहा शख्स डॉक्टर के भेष में हैवान है। बेतिया के एक अस्पताल में बैठा यह डॉक्टर नवजात की किस तरह बोली लगा रहा है, ज़रा सुनिए...!#westchamparan #bettiah #viralvideo #doctor #BiharNews pic.twitter.com/4HWxZmr2De
— Aditi Choudhary (@AditiCh55268810) January 24, 2023
બીજી તરફ વીડિયો વાયરલ થયા બાદ બાળ કલ્યાણ સમિતિએ પણ ઘટનાને ધ્યાનમાં લીધી છે. સમિતિ અધ્યક્ષ આદિત્ય કુમારે જણાવ્યું કે, ઘટનામાં સમિતિએ વાયરલ વીડિયોની તપાસ માટે વિશેષ પોલીસ એકાઇના નોડલ પદાધિકારી સહ પોલીસ ઉપાધ્યક્ષ બેતિયા સદરને પત્ર લખ્યો છે. સમિતિનું માનવું છે કે, ડૉક્ટર અને હૉસ્પિટલની જવાબદારી બાળકોની રક્ષા કરવાની છે. આ ઘટનાક્રમમાં કિશોર ન્યાય (બાળકોની દેખરેખ અને સંરક્ષણ) અધિનિયમ 2015ની કલમ 81નું ઘોર ઉલ્લંઘન અને બાળકના જીવવાના અધિકારનું હનન થાય છે. તપાસમાં ઘટના સાચી સાબિત થવા પર સંબંધિત લોકો પર FIR નોંધાવવાની વાત કહેવામાં આવી છે.
સિવિલ સર્જન ડૉ. વીરેન્દ્ર કુમાર ચૌધરીના આદેશ પર સોમવારે 3 સભ્યોની ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. ટીમના સભ્ય બેતિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રભારી ચિકિત્સા પદાધિકારી ડૉ. મનુ પ્રિયદર્શીએ જણાવ્યું કે, સંબંધિત હૉસ્પિટલમાં તપાસ માટે ટીમ ગઇ તો ત્યાં કંઇ ન મળ્યું. હૉસ્પિટલમાં તાળું લાગેલું હતું. બધા ફરાર છે. હૉસ્પિટલ કાયદેસર કે ગેરકાયદેસર હોવાના સંબંધમાં સિવિલ સર્જન કાર્યાલયમાં રજિસ્ટર્ડ હૉસ્પિટલોનું લિસ્ટ માગવામાં આવ્યું છે. ત્યારબાદ જ કંઇ કહી શકાય છે. આ સંબંધમાં વિસ્તૃત રિપોર્ટ સીનિયર અધિકારીઓને સોંપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp