નવપરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિને ઉતાર્યો મોતને ઘાટ, 6 મહિના અગાઉ કરેલા લવમેરેજ
બિહારના ભોજપુર જિલ્લાથી પતિ-પત્નીના સંબંધોને તાર તાર કરી દેનારી ઘટના સામે આવી છે. અહી એક નવપરિણીતાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી અને પછી તેના શબને ઘરના આંગણામાં દફનાવી દીધું. એટલું જ નહીં પુરાવા છુપાવવા માટે ત્યાં છોડ પણ રોપી દીધા, જેથી કોઈને આ ઘટનાની જાણકારી ન મળી શકે. હેરાન કરી દેનારી વાત એ છે કે યુવકે 6 મહિના અગાઉ જ નેહા સાથે લવ મેરેજ કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જેવી જ તેની જાણકારી પોલીસને મળી, તો ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકના પરિવારજનોને તેની જાણકારી આપી.
પછી ઘરની જમીન ખોદવામાં આવી અને શબને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું. આ ઘટના સામે આવ્યા બાદ દરેક હેરાન રહી ગયું. પોલીસે ઘટનાસ્થળ પરથી આરોપીની પત્નીને પણ કસ્ટડીમાં લીધી છે અને પૂછપરછ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અગિઆંવ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના તાર ગામના રહેવાસી 26 વર્ષીય મિથુન ગિરી હરિયાણાના ગુરુગ્રામમાં ટ્રક ડ્રાઈવર હતો. તેણે 4 મહિના અગાઉ ઇટમ્હા ગામની રહેવાસી નેહા દેવી સાથે લવ મેરેજ કર્યા હતા.
મૃતકના પિતા કમલેશ ગિરીએ જણાવ્યું કે, તેનો દીકરો ગુરુગ્રામથી બે મહિના અગાઉ ગામમાં આવ્યો હતો. જ્યાં તે છેલ્લા 4 દિવસ અગાઉ પોતાની પત્નીને મળવા માટે ઇટમ્હા ગામમાં પોતાના સાસરે ગયો હતો. આ દરમિયાન અમે તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ હતો. જેથી તેના સાળાને ફોન કર્યો, પરંતુ તેણે વાત ન કરી. પછી અમને જાણકારી મળી કે વહુ અને તેનાઆ પ્રેમીએ સાથે મળીને દીકરાની હત્યા કરવામાં આવી છે અને શબને જમીનમાં દફનાવી દીધું છે. પોલીસની જાણકારી પર અમે બધા ત્યાં પહોંચ્યા તો જોયું કે જમીનની અંદર અમારા દીકરાનું શબ પડ્યું હતું.
DSP રાહુલ કુમારે જણાવ્યું કે, મૃતકની પત્નીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે સોમવારે પતિ-પત્ની વચ્ચે ઘરેલુ વિવાદને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિ મિથુન ગિરીએ ઘરનો દરવાજો બંધ કરીને ફાંસી લગાવી દીધી. પછી તેણે ગામના બબલૂ પાસવાનને બોલાવ્યો અને તેના કહેવા પર પતિના શબને જમીનની અંદર દફનાવી દેવામાં આવ્યું, જેથી કોઈને તેની જાણકારી ન મળી શકે. પોલીસ આ ઘટના પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનામાં જે લોકો દોષી સાબિત થશે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp